By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    11 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    48 minutes ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    24 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    24 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 4:30 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

ડૉ. નિદત બારોટ : મહેતાનો જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રસિદ્ધ કરાવી પ્રમોશનનો પ્રયાસ

કમલ મહેતા : બારોટ પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે 

- Advertisement -

જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રકાશિત થયાની ફરિયાદ બાદ જર્નલમાંથી પેપર્સ દૂર

એડિટોરિયલ બોર્ડ બદલાયું અને યુનિવર્સિટીના સત્તામંડળોમાં પણ ફેરફાર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ કમલ મેહતા સામે સંશોધન પત્રો સંબંધિત ગંભીર કૌભાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. નિદત બારોટે કમલ મેહતા દ્વારા જૂની તારીખમાં સંશોધન પત્રો પ્રસિદ્ધ કરાવી પ્રમોશન મેળવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ડો. નિદત બારોટે અગાઉ રજૂ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કમલ મેહતાએ સંશોધન જર્નલમાં પાછલી તારીખ દાખવીને સંશોધન પત્રો પ્રકાશિત કરાવ્યા હતા. જોકે તે સમયે કમલ મેહતાએ આ તમામ આક્ષેપોને ખોટા ગણાવી જાહેર નિવેદન આપ્યું હતું અને ડો. બારોટ દ્વારા પ્રસિદ્ધિ મેળવવા માટે આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ આપવામાં આવેલા નિવેદનમાં ‘ફ્યુરિસ્ટીક એપ્રોચ’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને હવે લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન બનેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓથી સમગ્ર મામલે નવી દિશા મળી હોવાનું ડો. બારોટનો દાવો છે.
સૌપ્રથમ, જે સંશોધન પત્રો જૂની તારીખમાં પ્રકાશિત થયા હોવાનું કહેવાતું હતું તે હવે સંબંધિત જર્નલમાંથી દૂર કરવામાં આવ્યા છે. ડો. બારોટના જણાવ્યા મુજબ, જો કમલ મેહતા સંપૂર્ણપણે સાચા હતા તો તે સંશોધન પત્રો જર્નલમાંથી દૂર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તે પ્રશ્ન હવે ઉભો થયો છે. બીજું મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે જર્નલના તમામ એડિટરોને હટાવી દેવામાં આવ્યા છે અને હવે નવું એડિટોરિયલ બોર્ડ રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગેની માહિતી જર્નલની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પગલાંથી સમગ્ર સંપાદકીય માળખામાં ફેરફાર થયો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં સભ્ય બનવા માટે ચોક્કસ સંખ્યામાં સંશોધન પત્રો હોવા જરૂરી હોય છે. કમલ મેહતા દ્વારા રજૂ કરાયેલા સંશોધન પત્રો જર્નલમાંથી દૂર થતાં હવે જરૂરી માપદંડ પૂર્ણ થતા નથી. પરિણામે તેઓ બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ અને સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેવી સંસ્થાઓમાંથી દૂર થયા હોવાનું ડો. બારોટે જણાવ્યું છે. ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મની નહોતી અને તેઓ કોઈ અધ્યાપકને કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે તેવી પરિસ્થિતિ સર્જવા માંગતા નહોતા, તેથી અત્યાર સુધી તેમણે સાઇબર ક્રાઇમમાં કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે પાછલી તારીખમાં સંશોધન પત્રો પ્રકાશિત કરાવવું અને તેના આધારે સત્તામંડળમાં સ્થાન મેળવવાનો અથવા પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો એ અત્યંત ગંભીર ફોજદારી ગુનો ગણાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે અંતે સત્ય બહાર આવશે અને હવે જર્નલમાંથી સંશોધન પત્રો દૂર થવાની ઘટના એ વાતને સમર્થન આપે છે. તેમની રજૂઆત કોઈ ખોટી ફરિયાદ કે પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ નહોતો, પરંતુ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવી હતી. ડો. બારોટે અંતમાં જણાવ્યું કે સત્યમેવ જયતે. આ મુદ્દે હંગામો ઊભો કરવો તેમનો હેતુ નહોતો, પરંતુ યુનિવર્સિટીની વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત હતી અને આ સમગ્ર પ્રકરણથી એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હોવાનું તેમણે જણાવ્યું.

You Might Also Like

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેડમિન્ટન : મેન્સ ડબલ્સ કેટેગરીમાં દોલતસિંહ ડોડિયાનું શાનદાર પ્રદર્શન
Next Article ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?