અફઘાનિસ્તાને મોડીરાતે હુમલો કરી પાકિસ્તાનના 55 જવાન ઠાર માર્યા: ઙઅઊંએ જવાબી એરસ્ટ્રાઈકમાં 133 તાલીબાનીને માર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 55 જવાનો માર્યા ગયા છે. આ માહિતી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને આપી છે.
અફઘાન સરકારનો દાવો છે કે 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનનું ફાઇટર જેટ તોડી પાડ્યાનો અફઘાનિસ્તાનનો દાવો
અફઘાનિસ્તાને પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકી પર કબજો કર્યો
- Advertisement -
અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા, હમદુલ્લા ફિતરતે જણાવ્યું કે કેટલાક પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા, જ્યારે ડઝનબંધ હથિયારો, એક ટેન્ક અને એક હાર્વેસ્ટર જપ્ત કરવામાં આવ્યું છે.
જ્યારે પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી કાર્યવાહી કરતા ઙઅઊં સરકારે ઓપરેશન ‘ગઝબ લિલ હક’ શરૂ કર્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી.
સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાની સૈનિકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. 27 તાલિબાન ચોકીઓ નષ્ટ કરી દેવામાં આવી છે અને 9 પર કબજો કરી લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાસ કરીને છેલ્લા 12 થી 18 મહિનામાં હુમલાઓની સંખ્યામાં વધુ વધારો થયો છે.
સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ પર તેની સીધી અસર પડી છે. પાકિસ્તાન અગાઉ પણ આરોપ લગાવતું રહ્યું છે કે કેટલાક સશસ્ત્ર જૂથો અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ હુમલાઓ માટે કરી રહ્યા છે, જ્યારે અફઘાન તાલિબાન આ આરોપોને નકારતું રહ્યું છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડર પર ગોળીબાર
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડર ક્રોસિંગ નજીક શુક્રવારે સવારે ગોળીબાર અને શેલિંગના અહેવાલો સામે આવ્યા છે. સરહદી વિસ્તારમાં બંને દેશો વચ્ચે તણાવ સતત યથાવત છે. અલ જઝીરા અને ન્યૂઝ એજન્સી અઋઙ અનુસાર, તોરખમ બોર્ડર પોસ્ટ પાસે સવારે શેલિંગના અવાજો સંભળાયા હતા. અઋઙના અહેવાલ મુજબ, અફઘાન સૈનિકોને સરહદ તરફ આગળ વધતા જોવામાં આવ્યા. આનાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે. તોરખમ બોર્ડર ક્રોસિંગ બંને દેશો વચ્ચે વેપાર અને અવરજવરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં કોઈપણ પ્રકારની અથડામણની અસર સરહદ પાર અવરજવર અને સ્થાનિક લોકો પર પડી શકે છે.
પાકિસ્તાને આતંકવાદને ધંધો બનાવ્યો: પૂર્વ અફઘાન સાંસદ
અફઘાનિસ્તાનની પૂર્વ સરકારમાં સાંસદ રહેલા મરિયમ સોલેમનખિલે પાકિસ્તાન પર આતંકવાદને ધંધો બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાને લશ્ર્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને આશ્રય આપ્યો અને ઓસામા બિન લાદેનને શરણ આપી હતી.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તુરંત યુદ્ધ રોકે: રશિયાની અપીલ
અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં વધતા તણાવ વચ્ચે રશિયાએ બંને દેશોને તાત્કાલિક લડાઈ રોકવાની અપીલ કરી છે. રશિયન સમાચાર એજન્સી છઈંઅ અનુસાર, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હુમલા બંધ કરવામાં આવે અને મતભેદો રાજદ્વારી માધ્યમોથી ઉકેલવામાં આવે. રશિયાએ એમ પણ કહ્યું છે કે જો બંને દેશો ઈચ્છે તો તે મધ્યસ્થી કરવા પર વિચાર કરશે.



