પ્રથમ મેચમાં ગોવિંદગુરુ યુનિવર્સિટી સામે 32-2ના ભવ્ય સ્કોર સાથે વિજય મેળવી સૌરાષ્ટ્ર યુનિ.એ એન્ટ્રી નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત એઆઈયુ વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ અને સ્પર્ધાની વિધિવત શરૂઆત ઉત્સાહભેર સંપન્ન થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની વેસ્ટ ઝોન હેન્ડબોલ બહેનો સ્પર્ધાનું આયોજન થવાથી સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના સાંસદ અને લોકસભાના સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. મનીષ ધામેચા, ગોવિંદગુરૂ યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. જયદીપસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યો તેમજ યુનિવર્સિટીના અધ્યાપકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત ભવ્ય માર્ચપાસ્ટથી થઈ, જેમાં એનસીસી કેડેટ્સે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું. ગણેશ વંદના માટે કુંડલિયા કોલજની વિદ્યાર્થીનીઓએ મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો.
આ સ્પર્ધામાં પશ્ચિમ ઝોનના પાંચ રાજ્યોની કુલ 61 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જેના કારણે સ્પર્ધાનું સ્તર અત્યંત પ્રતિસ્પર્ધાત્મક બન્યું છે. કુલપતિ ડો. ઉત્પલ જોશી ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થયું છે. મોટી સંખ્યામાં ખેલાડીઓ, રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ અને રમતપ્રેમીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્પર્ધાની શરૂઆત સાથે જ યજમાન ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રથમ મેચમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા સામે 32-2 ના ભવ્ય સ્કોર સાથે વિજય મેળવી સ્પર્ધામાં શાનદાર એન્ટ્રી નોંધાવી છે. સ્પર્ધાની શરૂઆત સાથે જ યજમાન ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્રથમ મેચમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા સામે 32-2 ના ભવ્ય સ્કોર સાથે વિજય મેળવી સ્પર્ધામાં શાનદાર એન્ટ્રી નોંધાવી છે.



