64થી વધુ ઉંઈઇ, 90 ટ્રેક્ટર, 50 બ્રેકર, 7 હિટાચી, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીન કાર્યરત
25 ડ્રોન-30 વોકીટોકી સાથે 2500થી વધુ પોલીસ જવાન, અર્ધલશ્કરી દળ તૈનાત કરાયા
- Advertisement -
87000 ચો.મી.જગ્યા ખાલી કરવા માટે ત્રણ દિવસ ડીમોલિશન ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્ર્વર વિસ્તારમાં આજે(23 ફેબ્રુઆરી) શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્ર્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ ઉંઈઇ, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
- Advertisement -
વહેલી સવારથી જ તંત્ર અને યંત્રની કામગીરી
મકાન-દુકાન તૂટ્યા, પણ આસ્થા અકબંધ
90 વર્ષ જૂનાં ગંગેશ્ર્વર મહાદેવ મંદિરના શિવલિંગનું વિસ્થાપન
જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા વર્ષોપુરાણા ગંગેશ્ર્વર મહાદેવ મંદિરનાં ડિમોલિશન પૂર્વે શાસ્ત્રોક્ત વિધિથી વિસ્થાપન કરાયું હતું. આ અંગે શાસ્ત્રી સાગરભાઈ દવેએ જણાવ્યું હતું કે, જંગલેશ્ર્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન ગંગેશ્ર્વર મહાદેવનું આ મંદિર આશરે 80થી 90 વર્ષ જૂનું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઙઈં સરવૈયાના માર્ગદર્શન હેઠળ ભગવાનને પુન: સ્થાપિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત નિયમોનુસાર મંત્રોચ્ચાર અને ચાલન વિધિ દ્વારા ભગવાનની ચૈતન્ય શક્તિને વિસર્જિત કરી, હવે તેઓને યજમાન પરિવાર ઘનશ્ર્યામભાઈ મહેતાના ઘરે બિરાજમાન કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ જ સ્થાને મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ થશે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી. હાલ આ કામગીરી ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે રીતે પૂર્ણ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, તંત્રની સાથે સાથે યજમાન પરિવારના સહયોગથી મંદિરના દેવતાઓને આદરપૂર્વક નવા સ્થાને પધરાવવામાં આવ્યા હતા.
વિખરાયેલા માળખા અને મન
દીવાલો તોડી, પણ યાદો કેમ ભૂંસાશે?
રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં વહેલી સવારથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષો જૂના આશરા એકાએક જમીનદોસ્ત થતા સ્થાનિકોમાં ભારે ચિત્કાર અને વેદના જોવા મળી રહી છે. દીવાલો તોડી નાખવી કદાચ સરળ છે, પણ એ ભીંતોમાં વણાયેલી લાગણીઓને ભૂંસવી અશક્ય છે.
આશિયાના સાથે સપનાં અને યાદો પણ જમીનદોસ્ત
જ્યારે ઘર તૂટી જાય છે, ત્યારે માત્ર ઈંટ-પથ્થર જ નથી પડતા, પરંતુ વર્ષોની મહેનત, સંસ્મરણો અને આશાઓ પણ ધરાશાયી થાય છે. 1489 પરિવારો માટે આ દિવસ માત્ર કાનૂની કાર્યવાહી ન હોતો પરંતુ આ તેમની જીંદગીનો સૌથી વેદનાસભર અધ્યાય હતો. બાળકોના પ્રશ્ર્નો અને વૃદ્ધોની મૌન વેદના. પરંતુ આ બધું મશીનોની ગર્જના વચ્ચે દબાઈ ગયું હતું. આ સાથે વેદના અને સંવેદના વચ્ચે તંત્રએ પોતાની ફરજ નિભાવી.



