ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તાજેતરમાં 6 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સરધાર ગામ ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ ઉત્થાનના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ શિબિરમાં કુલ 50 સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રોગ્રામ ઓફિસર ડો. નિરવ ઠાકરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી, શાળા અને મંદિર સફાઈ તેમજ ગ્રામ જાગૃતિ રેલીઓ યોજી હતી. શિબિર દરમિયાન સ્વયંસેવકોએ આદર્શ ગ્રામ રાજ સમઢીયાળાની મુલાકાત લઈ ગ્રામ વિકાસના મોડેલનો અભ્યાસ કર્યો હતો. કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલે આ સફળ આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.



