By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    12 minutes ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 day ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    40 minutes ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    45 minutes ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    48 minutes ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    2 hours ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    2 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    3 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    3 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 day ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 day ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 day ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતા : પુરૂષોત્તમ પીપરીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતા : પુરૂષોત્તમ પીપરીયા
રાજકોટ

ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતા : પુરૂષોત્તમ પીપરીયા

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 4:05 PM
Khaskhabar Editor 33 minutes ago
Share
9 Min Read
SHARE

જંગલેશ્ર્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તે જોગવાઈઓની અમલવારી થાય તેવી નમ્ર અરજ – હિન્દુ મુસ્લિમ એકતા સમિતી

રહેણાંકના બંધારણીય હકકોથી વંચિત ન રાખવા મ્યુનિસિપલ કમિશનરને જંગલેશ્ર્વર વિસ્તારના પરિવારોની માનવીય અપીલ

- Advertisement -

તંત્રએ રહેવાસીઓ વિરુદ્ધ કેવીએટ દાખલ કરતા જંગલેશ્ર્વરના પરીવારોમાં ફફડાટ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શહેરના જંગલેશ્ર્વર સોસાયટી, હરીજનવાસ, રાધાકૃષ્ણ નગર, બુદ્ધનગર, આહીરવાસ અને નાડોદા સહિતના વિસ્તારોમાં છેલ્લા 60 વર્ષથી વધુ સમયથી હિંદુ-મુસ્લિમ પરિવારો સહઅસ્તિત્વ સાથે વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી વસેલા આ પરિવારોના મકાનો તોડી પાડવાની કાર્યવાહીનો ભય ઊભો થતાં રહીશોમાં ભારે ચિંતા અને અજંપો ફેલાયો છે. સ્થાનિકો તંત્રને માનવીય અને કાયદાકીય અભિગમ અપનાવી યોગ્ય પુન:વસવાટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આ વિસ્તારોમાં અંદાજે 65 ટકા હિંદુ અને 35 ટકા મુસ્લિમ પરિવારો વર્ષોથી સામાજિક સમરસતા સાથે રહે છે. આર્થિક રીતે પછાત અને શ્રમજીવી પરિવારો માટે આ મકાનો માત્ર ઈંટ-પત્થરના બાંધકામ નહીં પરંતુ જીવનભરની કમાણી અને અસ્તિત્વનો આધાર છે. આ આર્થિક પછાત અને શ્રમજીવી પરિવારો, જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના માટે આ મકાનો માત્ર ઈંટોના બાંધકામ નહીં પણ જીવનભરની કમાણી, સપનાઓના મહેલ અને અસ્તિત્વનો આધાર છે. આ વિસ્તારના સામાજિક સંતુલન તરફ જોઈએ તો, અહીં 65% હિન્દુ અને 35% મુસ્લિમ પરિવારો વર્ષોથી સહ-અસ્તિત્વ સાથે રહે છે.
મામલતદાર, રાજકોટ પૂર્વ દ્વારા હાથ ધરાયેલી તોડફોડની કાર્યવાહી સામે રહીશોએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સામાજિક અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયાની દલીલો બાદ હાઈકોર્ટે તમામ ડિમોલિશન નોટિસો રદબાતલ ઠેરવી સરકારની પુન:વસવાટ યોજના હેઠળ રજૂઆતો પર વહેલી તકે નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. કાયદાકીય રીતે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ગુજરાત સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિયરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટ, 1973’ હેઠળ તા. 13 જુલાઈ 2017ના ગેઝેટમાં જંગલેશ્વર (વોર્ડ નં. 17) સહિત કુલ 135 વિસ્તારોને સ્લમ જાહેર કરાયા હતા. અનુક્રમ નં. 103 મુજબ જંગલેશ્વર વિસ્તાર 2,86,468 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલ હોવાનું દર્શાવાયું છે, જ્યારે અનુક્રમ નં. 111 મુજબ નાડોદા નગર 37,124 ચો.મી. વિસ્તાર સાથે સ્લમ તરીકે નોંધાયેલ છે. ગેઝેટ મુજબ હવે તોડફોડ નહીં પરંતુ કાયદેસર પુન:વસવાટ કરવાની જવાબદારી તંત્ર પર આવે છે. હાલ રહીશોમાં પ્રવર્તી રહેલ ઘેરી ચિંતા એ છે કે, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિર્ધારિત ’પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી’ ના માળખામાં રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન (છખઈ) અને રૂડા (છઞઉઅ) ના સક્ષમ અધિકારીઓ સહિત લઘુત્તમ 8 સભ્યોની નિમણૂક અનિવાર્ય છે. આ નિયમ મુજબ, કમિટીમાં ઓછામાં ઓછા 4 સભ્યો સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હોવા જોઈએ તેમ છતા પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરીટીની નિષ્ક્રીયતાને કારણે સ્લમ વિસ્તારને દુરસ્ત કરવામાં સફળ રહ્યા નથી તે ગરીબ ઝુંપડામાં વસવાટ કરતા ગરીબ પરીવારોને કાયદાકીય હકકથી વંચીત રાખવા બરાબર છે. ખાસ વાત એ છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના જાહેરનામા અન્વયે ’ગુજરાત સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિયરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટ, 1973’ હેઠળ આ ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ગેઝેટનો મુખ્ય હેતુ જે-તે વિસ્તારોને સત્તાવાર રીતે ’સ્લમ એરિયા’ (ઝૂંપડપટ્ટી વિસ્તાર) જાહેર કરવાનો છે, કારણ કે તંત્રની તપાસમાં આ વિસ્તારોમાં ગંદકી અને અસ્વચ્છતાને કારણે રહીશો તેમજ આસપાસના લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે જોખમ હોવાનું જણાયું છે. આ જાહેરનામા દ્વારા તે તમામ વિસ્તારોમાં સ્લમ એક્ટ હેઠળની સત્તાઓ વાપરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને ’પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી’ તરીકે અધિકૃત.

- Advertisement -

કાયદો છે, જમીન છે અને આદેશ પણ છે છતાં પણ પુન:વસન/આવાસ નિર્માણથી જંગલેશ્ર્વરના હજારો પરિવારોને હક્કથી વંચિત રાખી શકાય નહિ : એડવોકેટ-રવિ ગોગીયા

જંગલેશ્ર્વર-નાડોદા સ્લમ ગેઝેટનો ખુલાસો : 2017ના જાહેરનામાથી 135 વિસ્તારો સ્લમ જાહેર

કરવામાં આવ્યા છે પરંતુ આવી ઓથોરીટી કાર્યરત હોવાનો તંત્ર ઈન્કાર કરી રહ્યું છે તે બંધારણીય હકક વિરૂધ્ધની બાબત છે. રહિશોનો આક્ષેપ છે કે ‘પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી’ની રચના અને કામગીરીમાં વિલંબ થવાને કારણે કાયદાકીય હકો અમલમાં આવી રહ્યા નથી. ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઙઙઙ મોડલથી રિડેવલપમેન્ટ કરવાની જોગવાઈ હોવા છતાં વહીવટી શિથિલતા યથાવત છે. આ મુદ્દે 13 નવેમ્બર 2024ના ભારતનું સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો પણ રહેવાસીઓએ સંદર્ભ આપ્યો છે, જેમાં નાગરિકના માથા પરની છત તેના જીવવાના અધિકાર સાથે જોડાયેલી હોવાનું સ્પષ્ટ કરાયું હતું. હાલ હજારો પરિવારો અનિશ્ચિતતા અને ભયના માહોલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. રહીશોની માંગ છે કે છખઈ તાત્કાલિક કમિટી રચી અનામત જમીન પર યુદ્ધના ધોરણે પુન:વસવાટની કામગીરી શરૂ કરે અને ગરીબોના કાયદેસર અધિકારોનું રક્ષણ કરે. શહેરના જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારો અંગે વર્ષ 2017માં પ્રસિદ્ધ થયેલ સત્તાવાર ગેઝેટે મહત્વની કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 13 જુલાઈ, 2017ના રોજ તૈયાર કરી અને તા. 18 ઓક્ટોબર, 2017ના રોજ પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામામાં જંગલેશ્વર સહિત કુલ 135 વિસ્તારોને સ્લમ એરિયા તરીકે નોટિફાય કરવામાં આવ્યા છે. ગેઝેટના અનુક્રમ નંબર 103 મુજબ, વોર્ડ નં. 17માં આવેલ જંગલેશ્ર્વર વિસ્તારને સ્લમ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેનું કુલ ક્ષેત્રફળ 2,86,468 ચોરસ મીટર દર્શાવાયું છે. ઝઙ સ્કીમ નં. 6 હેઠળના ફાઈનલ પ્લોટ નં. 160, 176, 177, 179, 187 અને 190 મળી કુલ 1,87,439 ચોરસ મીટર વિસ્તાર આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. અનુક્રમ નંબર 111 મુજબ નાડોદા નગરને પણ 37,124 ચોરસ મીટર વિસ્તારમાં સ્લમ તરીકે જાહેર કરાયું છે. આ ગેઝેટ મુજબ, ‘ગુજરાત સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિયરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટ, 1973’ હેઠળ હવે તંત્રની ફરજ છે કે તોડફોડને બદલે સુધારણા અને પુન:વસવાટની પ્રક્રિયા અમલમાં મૂકે. છતાં, રહીશોના આક્ષેપ મુજબ, વહીવટી શિથિલતાને કારણે આજદિન સુધી યોગ્ય કામગીરી શરૂ થઈ નથી.

કાયદા અને આદેશો છતાં અમલમાં ધીમી ગતિથી ગરીબોમાં નિરાશા

છખઈ દ્વારા ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત ઙઙઙ મોડલથી રિડેવલપમેન્ટ હાથ ધરવાની નીતિ જાહેર છે. ૠઉઈછ નિયમો મુજબ પ્રોત્સાહક ઋજઈં ફાળવી લાભાર્થીઓને બે રૂમ-રસોડાવાળા પાકા મકાનો આપવાની જોગવાઈ હોવા છતાં, પ્રક્રિયામાં વિલંબ પ્રશ્ર્નો ઊભા કરે છે. રહિશોએ તા. 13 નવેમ્બર, 2024ના ભારતનું સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો પણ સંદર્ભ આપ્યો છે, જેમાં નાગરિકના માથા પરની છત તેના જીવવાના અધિકાર સાથે જોડાયેલી હોવાનું સ્પષ્ટ કરાયું હતું. આર્થિક રીતે પછાત પરિવારો માટે આવાસ માત્ર મકાન નહીં, પરંતુ જીવનનું સ્વપ્ન હોવાનું અદાલતે નોંધ્યું હતું. સ્થાનિક સામાજિક અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયાના માર્ગદર્શન હેઠળ રહીશો કાનૂની લડત લડી રહ્યા છે. રહીશોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કમિટી રચી અનામત જમીન પર પુન:વસવાટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરે અને ગેઝેટમાં જાહેર કરાયેલા હકોનો અમલ કરે. સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે એકબાજુ કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ છે, જ્યારે બીજીબાજુ અમલમાં વહીવટી ધીમી ગતિને કારણે હજારો પરિવારો અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે.

સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદા બાદ પણ ગરીબોના આવાસ મુદ્દે તંત્ર નિષ્ક્રિય

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા તા. 13-11-2024ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં માનવીય સંવેદનાને સ્પર્શતા શબ્દોમાં દરેક નાગરિકને ઘર મળવાનું સ્વપ્ન સંવિધાનિક હક્ક સાથે જોડાયું હતું. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે દરેક માનવીનું સ્વપ્ન પોતાનું ઘર હોવું એ સ્વાભાવિક ઈચ્છા છે અને તે કદી અધૂરું ન રહેવું જોઈએ. તંત્ર પાસે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે કુલ 1,87,439 ચો.મી. જમીન અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ હોવા છતાં, અમલવારીના અભાવે ગરીબ પરિવારોને રહેણાંકનો લાભ મળતો નથી. નિયમો મુજબ ‘પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી’ની રચના ફરજિયાત છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (છખઈ) અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (છઞઉઅ) ના સક્ષમ અધિકારીઓ સહિત લઘુત્તમ 8 સભ્યોની નિમણૂક આવશ્યક છે. આ સમિતિમાં ઓછામાં ઓછા 4 સભ્યો સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હોવા જોઈએ. તેમ છતાં, આ ઓથોરિટી નિષ્ક્રિય હોવાને કારણે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબોની પરિસ્થિતિ સુધરતી નથી. કાયદાકીય જોગવાઈ હોવા છતાં તેનો અમલ ન થવો, ગરીબોને તેમના મૂળભૂત હક્કોથી વંચિત રાખવા સમાન હોવાનું મંતવ્ય કાનૂની વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યું છે. ખાસ કરીને જંગ્લેશ્વર અને નાડોદા વિસ્તાર સરકાર દ્વારા ગેઝેટમાં જાહેર થયેલા હોવા છતાં, ત્યાં પુન:વસવાટ અને પુન:નિર્માણના લાભો સમયસર આપવામાં ઉદાસીનતા દાખવાતી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. એડવોકેટ રવિ બી. ગોગીયાએ જણાવ્યું કે તંત્રની આ નિષ્ક્રિયતા માત્ર પ્રશાસનિક ખામી નહીં, પરંતુ ગરીબોના આવાસના અધિકાર પ્રત્યેનો અમાનવીય અભિગમ દર્શાવે છે. તેમણે તંત્રને તાત્કાલિક કાયદાકીય જોગવાઈઓનો અમલ કરી હકદાર પરિવારોને રહેણાંક સુવિધા આપવા માંગણી કરી છે.

You Might Also Like

પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો

રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ

ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના અગ્રણીઓએ રાજકોટ મનપાના રૂ. 3604.90 કરોડના બજેટને વધાવ્યું

ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર
Next Article રાજકોટના ઈંઈઅઈં ભવનમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) પર વર્કશોપ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મિનીકુંભ મહાશિવરાત્રિ મેળામાં શ્રદ્ધાળુઓની મેદની

Khaskhabar Editor Khaskhabar Editor 53 seconds ago
સનાતન ધર્મના રક્ષક નાગા સાધુઓનું જીવન, તપસ્યા-અખાડાઓની પરંપરા
હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપના અગ્રણીઓએ રાજકોટ મનપાના રૂ. 3604.90 કરોડના બજેટને વધાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?