દેશને 35 વર્ષ પછી મળશે પુરુષ વડાપ્રધાન: ઙખ મોદી-અમેરિકાએ અભિનંદન પાઠવ્યા
બાંગ્લાદેશ ચૂંટણીમાં 59% મતદાન, ગત વખત કરતાં 17% વધુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ)ને બહુમતી મળી ગઈ છે. પાર્ટીએ 299 બેઠકોમાંથી 165 બેઠકો પર જીત મેળવી લીધી છે. પૂર્વ ઙખ ખાલિદા ઝિયાના પુત્ર અને ઇગઙ અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને પર તેમની જીત થઈ છે. રહેમાન ગયા વર્ષે ડિસેમ્બરમાં જ 17 વર્ષ પછી દેશ પરત ફર્યા હતા.
બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધી માત્ર 45 બેઠકો મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-15 બેઠક પરથી જીત મેળવી છે.
3 બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી 206 બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધી 48% મતદાન થયું હતું. મતદાન સાંજે 4:30 સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. ભારતમાં રહી રહેલા પૂર્વ બાંગ્લાદેશી ઙખ શેખ હસીનાએ આ ચૂંટણીઓને સંપૂર્ણપણે નકલી અને ગેરબંધારણીય ગણાવી છે. તેમણે કહ્યું કે મુહમ્મદ યુનુસે ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે સત્તા પર કબજો કર્યો અને તેના હેઠળ જ આ ચૂંટણી કરાવવામાં આવી છે. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં કુલ 59.44% મતદાન થયું. આ માહિતી બાંગ્લાદેશ ઇલેક્શન કમિશને આપી છે. ચૂંટણી પંચના જનસંપર્ક વિભાગના ડાયરેક્ટર એમડી રૂહુલ અમીન મલિકે શુક્રવારે સવારે 11:30 વાગ્યે આ આંકડો જણાવ્યો. 2024ની સામાન્ય ચૂંટણીમાં 41.8% મતદાન થયું હતું, એટલે કે આ વખતે લગભગ 17% વધુ મતદાન થયું.
આ પહેલાં આયોગે કહ્યું હતું કે મતદાનની ટકાવારી ગુરુવારે મોડી રાત્રે જણાવવામાં આવશે. અધિકારીઓના મતે, મોટાભાગની બેઠકો પર પોસ્ટલ મતોને ગણવામાં વધારાનો સમય લાગ્યો હતો. તેમનું કહેવું હતું કે તરત જ જાહેર કરાયેલા આંકડા ભ્રામક હોઈ શકે છે.
બાંગ્લાદેશ ચૂંટણીમાં 7 મહિલાઓએ જીત મેળવી
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં અત્યાર સુધીમાં સાત મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે. આ માહિતી બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઇટ પ્રોથોમ આલોએ આપી છે. આમાંથી પાંચ ઉમેદવારો ઇગઙ માંથી છે, એક ઇગઙ ગઠબંધનમાંથી અને 1 અપક્ષ ઉમેદવાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પરિણામો હજુ કામચલાઉ છે. ચૂંટણી પંચે હજુ સત્તાવાર પરિણામો જાહેર કર્યા નથી. આ ચૂંટણીમાં બહુ ઓછી મહિલાઓ મેદાનમાં હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કુલ 1981 ઉમેદવારોમાંથી માત્ર 78 મહિલાઓ જ ચૂંટણી લડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાના બળવામાં સામેલ રહેલા ગઈઙ નેતા નાહિદ ઇસ્લામ માત્ર 2,039 મતોથી ચૂંટણી જીતી શક્યા છે. ઢાકા-15 બેઠક પર તેમનો મુકાબલો ઇગઙ ઉમેદવાર એમ.એ. કય્યુમ સાથે હતો. નાહિદ ઇસ્લામને 93,872 મત મળ્યા, જ્યારે એમ.એ. કય્યુમને 91,833 મત મળ્યા.



