દીવાલ તોડવાની કામગીરી બંધ કરાવવા માટે આવેલા JTPO સામે DySP લાલઘૂમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના પોશ વિસ્તાર તરીકે ગણાતા ક્લબ રોડ પર દુકાનોમાં દીવાલ તોડવા અંગેનો મામલો વિવાદિત બન્યો છે જેમાં બે દુકાનો વચ્ચે આવેલી દીવાલ તોડવાની કામગીરી શરૂ કરતા દુકાનોની ઉપર ફ્લેટ ધરાવતા કેટલાક વેપારીઓ અને ફ્લેટ માલિકો બે દુકાન વચ્ચે આવેલી દીવાલ નહીં તોડવા માટે દબાણ કર્યું હતું. જેને લઈ આખોય મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ તરફ દુકાનો વચ્ચેની દિવાલ તોડવાની કામગીરી રોકવા માટે સ્થાનિક નગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના ઉંઝઙઘ દખલગીરી કરતા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે કાયદો પથ ભણાવ્યો હતો જેમાં કોઈપણ કોર્ટના ઓર્ડર સિવાય કામ રોકવા માટે દખલગીરી કરવાની મનાઈ કરી હતી. જોકે ફ્લેટ ધારકોના ધમપછાડા બાદ પણ દુકાન ધારકે પોલીસની હાજરીમાં અંતે દીવાલ તોડી પાડવામાં આવી હતી.



