By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    7 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    6 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    6 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    6 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    7 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્લૉ પોઈઝન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સ્લૉ પોઈઝન
રાજકોટ

સ્લૉ પોઈઝન

Khaskhabar Editor
Last updated: 2026/02/11 at 3:46 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

રેસ્ટોરાં-લારીના ટોમેટો સોસ, લીલી ચટણી અને ચાઈનીઝ સોસ ધીમે ધીમે શરીરને ખતમ કરી નાંખે છે

સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક આ સોસમાં ટામેટાં અને મરચાંને બદલે સિન્થેટિક કલર, મકાઈનો લોટ તેમજ આરારૂટ ઉમેરાય છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આપણે સૌ ઘર અને ઘર બહાર પણ દરેક નાસ્તા સાથે સોસનો ઉપયોગ ભરપૂર કરીએ છીએ. પરંતુ આપણે જે સોસ ખાઈએ છે તે અસલી છે કે નકલી એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરા? આજકાલ સોસનો વધુ પડતો ઉપયોગ જંકફૂડ અને ફાસ્ટફૂડ જેવાં કે નૂડલ્સ, ભેળ, મેગી, બર્ગર, સેન્ડવીચ, સમોસા, દાબેલી, વડાપાઉં, ઘૂઘરા, પિત્ઝા, આમલેટ વગેરેમાં વ્યાપકપણે થાય છે. જોકે આ બધી જ ફૂડ આઈટમમાં વપરાતો રેડ એન્ડ ગ્રીન સોસ મોટાભાગે નકલી હોવાનું જાણવા મળે છે. આજકાલ બનાવટી સોસ ઝડપાવવાના સતત સામે આવી રહેલા કિસ્સાઓ દર્શાવે છે કે બજારોમાં મોટાપાયે ભેળસેળયુક્ત સોસનો ઉપયોગ થઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ સોસમાં ટામેટાં અને મરચાંને બદલે સિન્થેટિક કલર, મકાઈનો લોટ તેમજ આરારૂટ ઉમેરવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે બ્રાન્ડેડ અને સારી ગુણવત્તાવાળા સોસની કિંમત 150થી 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હોય છે

હાનિકારક કેમિકલ અને અખાદ્ય તત્ત્વોથી ખદબદતાં સોસથી ચેતી જજો

- Advertisement -

જ્યારે નકલી સોસ 20થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે, ટામેટાં-મરચાંનો ભાવ પ્રતિકિલો રૂપિયા 30થી 40નો હોય છે તો તેમાંથી બનતા રેડ-ગ્રીન સોસ જે ફૂડ આઈટમ સાથે ફ્રીમાં આટલી છૂટથી કઈ રીતે અપાતા હોય છે? ખરેખર તો તે સોસ નામ માત્રના હોય છે. રસ્તાની આસપાસ આવેલા ફાસ્ટફૂડ કોર્નર, રેસ્ટોરન્ટ, ઢાબા અને જથ્થાબંધ દુકાનદારો સસ્તા ભાવે ચટણી ખરીદવા માગે છે. ભેળસેળ કરનારાઓ આનો ફાયદો ઉઠાવે છે અને આવા સ્થળોએ નબળી ગુણવત્તાનો રેડ-ગ્રીન સોસ સપ્લાય કરે છે. ખાસ કરીને ખાણીપીણીની લારીઓ પર સોસનો ઉપાડ વધુ થતો હોવાથી લારીધારકોએ છુટથી વપરાય અને નફો પણ ઘટે નહીં તેવી યુક્તિ અજમાવી બજારમાં ઉપલબ્ધ કલર-કેમિકલ નાખેલા હલકીકક્ષાના સોસનો જથ્થો રાખવો પડે છે. કાયદાની દ્રષ્ટિએ તો સોસ નેચરલ પ્રોડકટ ગણાતી હોવાથી તેમાં કલર નાંખવો એ ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમ ભંગ સમાન છે, તે બદલ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. આમ છતાં તંત્ર દ્વારા આ બાબતે અસરકારક પગલાં નથી લેવાતા, બનાવટી-નકલી સોસનો વપરાશ પૂરજોશમાં થાય છે અને આપણે સૌ હોંશેહોંશે તેને ખાઈએ પણ છીએ.

રેડ અને ગ્રીન સોસમાં કલર અને કેમિકલ સહિતના ઘણાં હાનિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે

રેડ-ગ્રીન સોસમાં ખર્ચ ઘટાડવા અને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ઘણી પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે. જેમ કે આર્ટિફિશિયલ કલર, સિન્થેટિક ફ્લેવર, ખરાબ ગુણવત્તાનો વિનેગર, એસિટિક એસિડ, મેંદો, પ્રિઝર્વેટિવ્સ, આરારોટ (તપકીર), કોર્ન સ્ટાર્ચ, કેમિકલ થીકનર. મોટાભાગે આરારોટ, કોર્ન સ્ટાર્ચ અને કેમિકલ થીકનરની ભેળસેળ સોસને ઘટ્ટ કરવા માટે થાય છે. સાથે જ તેમાં એડેડ સોલ્ટ અને શુગર પણ હોય છે.

લાલ-લીલી ચટણીમાં કલર અને લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ

ખાણીપીણીવાળાઓ પોતાની વાનગી આકર્ષક, ટકાઉ અને સ્વાદિષ્ટ બનાવવા માટે જે લાલ-લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય તેવા કલર અને લીંબુના ફૂલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ઘુઘરા, દાળ પકવાન, વડાપાઉં, દાબેલી, પકોડા, સમોસા, કચોરી, સેન્ડવીચ, ભજીયામાં આ પ્રકારની લાલ-લીલી ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ લૂઝ ચટણીની 20થી 25 રૂ. કિલો/લિટર આસપાસ હોય છે.

ભેળસેળયુક્ત સોસ ખાવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે

ભેળસેળયુક્ત સોસમાં ઉપયોગમાં લેવાતા આર્ટિફિશિયલ કલર, કેમિકલ ફ્લેવર અને હેવી પ્રિઝર્વેટિવ્સ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેને રોજ ખાવાથી પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી, ઝાડા-ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત ભેળસેળયુક્ત સોસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, એલર્જી, સ્કિન રેશ અને હોર્મોનલ અસંતુલનનું જોખમ પણ વધે છે. લાંબા સમય સુધી તેના સેવનથી લીવર-કિડનીને નુકસાન થઈ શકે છે.

You Might Also Like

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે રાષ્ટ્રગાન પહેલાં રાષ્ટ્રગીત વાગશે
Next Article ગોપાલ ઈટાલિયાથી નારાજ રાજુ કરપડાનું AAPમાંથી રાજીનામું!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?