ઘનશ્યામપુર, દીધડીયા અને રણમલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
- Advertisement -
હવામાન વિભાગની આગાહીના પગલે હળવદ તાલુકાના વાતાવરણમાં મોડી સાંજે એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. તાલુકાના ઘનશ્યામપુર, દીધડીયા, રણમલપુર અને કોયબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા શિયાળુ પાકને વ્યાપક નુકસાનની દહેશત સેવાઈ રહી છે.
વંટોળ સાથે ખાબકેલા આ માવઠાને કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખેતરમાં ઉભેલા જીરૂ, ચણા અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની આ અણધારી પધરામણીએ શિયાળાની ઠંડીમાં ભેજનું પ્રમાણ વધાર્યું છે, જે કૃષિ પાક માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.



