PGVCLની બેદરકારીથી મોટરસાયકલ દબાયું: સદનસીબે મોટી જાનહાનિ ટળી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
- Advertisement -
હળવદની વસંત પાર્ક સોસાયટીમાં જેટકો અને PGVCL કંપની દ્વારા ચાલી રહેલા સમારકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. નમી ગયેલા વીજપોલને સીધો કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વીજપોલ ધરાશાયી થઈને નીચે પડ્યો હતો. સદનસીબે તે સમયે વીજ પુરવઠો બંધ હોવાથી મોટો કરંટ લાગવાની કે જાનહાનિની ઘટના ટળી હતી, પરંતુ નીચે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં પોલ નીચે દબાઈ જવાથી ટુ-વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે તેઓ પોલ નીચેથી પસાર થઈ રહ્યા હતા અને માંડ એક સેક્ધડના તફાવતે તેમનો જીવ બચ્યો હતો. રહેણાંક વિસ્તારમાં પૂરતી તકેદારી રાખ્યા વિના કામગીરી કરવા બદલ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાને પગલે સોસાયટીના રહીશોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને જેમના વાહનોને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. રહેણાંક વિસ્તારોમાં નાના બાળકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવતા લોકોએ ઙૠટઈકની આ કામગીરીને ’ઘોર બેદરકારી’ ગણાવી છે.



