પીઆઈ એસ.જી. રાઠોડની આગેવાનીમાં 18 ગામોમાં બંદોબસ્ત; બ્રેથ એનેલાઈઝરથી તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી યાત્રાધામ વીરપુર પોલીસ દ્વારા જિલ્લાની સરહદો અને હાઈવે પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પીઠડીયા ટોલ પ્લાઝા અને વીરપુરના પ્રવેશ દ્વાર પર રાત્રિના સમયે વાહનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પીઆઈ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દારૂની હેરાફેરી રોકવા કમર કસી છે.
પોલીસ દ્વારા બહારથી આવતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ નશાની હાલતમાં વાહન ન ચલાવે. વીરપુર ટાઉન સહિત આસપાસના 18 ગામોમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કે કેફી પીણાં પીધેલી હાલતમાં ઝડપાનાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



