By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    18 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    18 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    18 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વસીમ મન્સુરીના ‘ફડાકાકાંડ’ બાદ છઊંઈનો બેફામ ‘ઉઘરાણા કાંડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વસીમ મન્સુરીના ‘ફડાકાકાંડ’ બાદ છઊંઈનો બેફામ ‘ઉઘરાણા કાંડ’
રાજકોટ

વસીમ મન્સુરીના ‘ફડાકાકાંડ’ બાદ છઊંઈનો બેફામ ‘ઉઘરાણા કાંડ’

Khaskhabar Editor
Last updated: 2025/12/23 at 4:05 PM
Khaskhabar Editor 10 months ago
Share
9 Min Read
SHARE

એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેવાના 3500, તેના શૂઝ 4000ના અને લંડન ક્રિકેટ ટ્રીપના અધધધ 3.75 લાખ ઉઘરાવ્યા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટની રાજકુમાર કોલેજની આબરૂનું ધોવાણ કરતી ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે શિક્ષકે શૈતાન જેવું કૃત્ય કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે વાલીઓના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં ગયેલા બાળકો ઉપર શિક્ષક વસીમ મન્સુરીએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો બાળકોને ભૂખ્યા રાખી ફડાકા મારી શિક્ષકે પોતાની જોહુકમી ચલાવી હતી એક બાળકના જીવન ઘડતરમાં શિક્ષકનો મહત્વનો રોલ હોય છે પરંતુ હલકી માનસિકતા ધરાવતા આ શિક્ષક વસીમ મન્સુરીએ બાળકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે પોતાનામાં રહેલી હલકી મનોવૃત્તિ છતી કરી છે બાળકોને મારપીટ કરવાની વસીમ મન્સૂરીની આ સંવેદનાહીન કાર્યશૈલીથી બાળકો પણ ભયભીત થઇ ગયા છે પ્રવાસમાંથી આવતાની સાથે જ આ શૈતાન શિક્ષક વસીમ મન્સુરીનો ભોગ બનેલા બાળકો પોતાના માવતરને ભેટીને રડી પડયા હતા ત્યારે આ બાળકો કેટલા ડઘાઈ ગયા હશે અને ત્યાં આ શિક્ષકની કેવી અને કેટલી હિંસાનો શિકાર બન્યા હશે તેની કલ્પના કરવી પણ મુશ્ર્કેલ છે ત્યારે આવા વસીમ મન્સૂરી જેવા શિક્ષકોને રાજકુમાર કોલેજ તો ઠીક એકપણ શાળામાં અભ્યાસ અર્થે રાખવા બાળકો માટે ખુબ જોખમી સાબિત થઇ શકે તેમ છે.
રાજકોટમાં રાજાશાહી વખતની રાજકુમાર કોલેજમાંથી ધોરણ 4ના છાત્રોને પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લઇ ગયા બાદ ત્યાં સાથે ગયેલા શિક્ષક વસીમ મન્સુરીએ 24 જેટલા માસુમ બાળકોને ફડાકા મારી દીધાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે વાલીઓએ ફરિયાદ કરતા હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પરંતુ વાલીઓ આ શિક્ષકને કાયમી ધોરણે ડિસમિસ કરવાની માંગ ઉચ્ચારી રહ્યા છે સાથોસાથ રાજકુમાર કોલેજ શિક્ષણનું ધામ નહિ પરંતુ વાલીઓના ખિસ્સા ખાલી કરવાનું કેન્દ્ર હોય તેવી છબી ઉપસી રહી છે.

‘રાજકુમાર કોલેજ’ શિક્ષણનું ધામ કે વાલીઓના ‘ખિસ્સાં ખાલી કરવાનું કેન્દ્ર’

ઋછઈની જેમ વર્ષ દરમિયાન થતાં ઉઘરાણા બંધ કરાવવા અંગે પણ કમિટીની રચના કરવી જરૂરી

- Advertisement -

રાજકુમાર કોલેજ દ્વારા શૂઝના 4000, એન્યુઅલ ફંક્શનના 3500 અને લંડન ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પોણા ચાર લાખ ઉઘરાવવામાં આવતા હોવાનો ધડાકો થયો છે શૂઝ સહિતની ચીજ વસ્તુઓ ધરારથી શાળામાંથી જ લેવા ફોર્સ કરવામાં આવી રહ્યો છે ત્યારે આટલી મોટી ફી ઉઘરાવતી શાળા એન્યુઅલ ફંક્શનનો ખર્ચ પણ બાળકો પાસેથી ઉઘરાવી રહી છે તે બાબત પણ નિંદનીય છે પણ જેની સામે પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જો કોઈ શાળા તરફથી બાળકો રમવા જાય તો તેમાં શાળાનું નામ ઊંચું જવાનું છે તેનો ખર્ચે હકીકતે શાળાએ ભોગવવાનો હોય છે નહિ કે વાલીઓને તેમ છતાં રાજકુમાર કોલેજ દ્વારા આ ખર્ચ પણ વાલીઓ ઉપર ઢોળી દેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે તેમ વર્ષ દરમિયાન શાળા દ્વારા થતા ઉઘરાણા પણ બંધ કરાવવા કોઈ કમિટીની રચના કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.
રાજકોટની રાજકુમાર કોલેજના શિક્ષક વસીમ મન્સૂરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન 24 છાત્રોને મારકૂટ કરવાના અને સમયસર ભોજન પણ નહિ દીધાની વાલીની ફરિયાદ પરથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે જો કે રાજકુમાર કોલેજના સંચાલકોએ પોતાની આબરૂ બચાવવા શિક્ષકને માત્ર સસ્પેન્ડ કરી શિક્ષકનો લૂલો બચાવ કરી લીધો હતો જેની સામે વાલીઓએ શિક્ષકને કાયમી માટે ડિસમિસ કરવાની માંગ ઉચ્ચારી છે બીજી તરફ રાજકોટની રાજકુમાર કોલેજ એક શિક્ષણનું ધામ નહિ પરંતુ ઉઘરાણા કરી વાલીઓના ખિસ્સા ખાલી કરવાનું મુખ્ય કેન્દ્ર બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણકે રાજકુમાર કોલેજના સંચાલકો દ્વારા તોતિંગ ફી ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ બહાના હેઠળ મસમોટી રકમ ઉઘરાવવામાં આવી રહી છે તાજેતરમાં ત્રણ દિવસના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ માટે વાલીઓ પાસેથી મોટી ફી વસુલવામાં આવી હતી આ ઉપરાંત અભ્યાસ કરતા બાળકોના શૂઝ માટે 4000 રૂપિયા ઉઘરાવવામાં આવી છે અને તે શૂઝ ફરજીયાત શાળામાંથી જ ખરીદવા વાલીઓને ફોર્સ કરવામાં આવે છે આ ઉપરાંત દર વર્ષે જે એન્યુઅલ ફંક્શન યોજાતું હોય તેમાં પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 3500 રૂપિયા જેવી તોતિંગ ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે લખો રૂપિયાની ફી ઉઘરાવતી રાજકુમાર કોલેજ દ્વારા એન્યુઅલ ફંક્શનનો ખર્ચ પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યો છે આટલું મોટું સંચાલન ધરાવતી રાજકુમાર કોલેજની લઇ લેવાની એટલે કે વાલીઓને ખંખેરી લેવાની વૃત્તિ સામે પણ વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ ક્રિકેટ રમાડવા માટે બાળકોને લંડન લઇ જવા શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે આ લંડન ટ્રીપ માટે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 3.75 લાખ રૂપિયા જેટલી તોતિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે આમ તોતિંગ ફી સામે વર્ષ દરમિયાન તોતિંગ ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યા છે જેથી રાજકુમાર કોલેજની આન, બાન અને શાનને પણ હાનિ પહોંચી રહી છે. જ્યારે કોઈ શાળા કે સંસ્થા વતી બાળકો ક્રિકેટ કે કોઈપણ ગેમ રમવા જતા હોય ત્યારે તેમાં શાળા કે સંસ્થાની નામના જ વધવાની છે તેવી જ રીતે રાજકુમાર કોલેજ વતી કોઈ બાળકો લંડન કે કોઈપણ સ્થળે ક્રિકેટ કે કોઈપણ રમત રમવા જાય તો તેમાં રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠામાં, નામમાં વધારો થવાનો છે બાળકોની નામના નથી વધવાની હા બાળકોને એક પ્લેટફોર્મ સો ટકા પ્રાપ્ત થાય પણ નામ તો જે તે સંસ્થાનું એટલે કે રાજકુમાર કોલેજનું જ થવાનું છે ત્યારે આવી કોઈપણ સ્પર્ધા કે ગેઇમ માટે જયારે બાળકોને ક્યાંય લઇ જવાના હોય તો તેનો ખર્ચ શાળાએ ભોગવવાનો હોય છે તેને બદલે આ રાજકુમાર કોલેજ દ્વારા તો ખર્ચ વાલીઓ ઉપર ઠોકી દેવામાં આવ્યો છે વાલીઓના ખર્ચે બાળકોને જે તે સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરાવી મફતનો જસ ખાટી લેવાની રાજકુમાર કોલેજની વૃત્તિ સામે પણ વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.
સ્કૂલ એ માં સરસ્વતીનું ધામ ગણાય છે અહીંયા શિક્ષકો પોતાનું જ્ઞાન બાળકોને આપી સંસ્કારનું સિંચન કરતા હોય છે પરંતુ અહીંયા તો ફી ઉપરાંત પણ મસમોટા ઉઘરાણા થતા હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં માર્યાદિત ફી લેવામાં આવે છે કે કેમ તેના ઉપર નજર રાખવામાં આવતી હોય છે પરંતુ આ રાજકુમાર કોલેજ દ્વારા જે પ્રકારે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તે જોતા એફઆરસીની જેમ વર્ષ દરમિયાન થતા ઉઘરાણા પણ બંધ કરાવવા કોઈ સમિતિની રચના કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.

પીટી ટીચરે ધો.1-2ના છાત્રોને ગાળો ભાંડી: વાલીઓ સ્તબ્ધ

રાજકુમાર કોલેજમાં એક પછી એક શિક્ષકની લાપરવાહી સામે આવી રહી છે વસીમ મન્સુરીએ પ્રવાસમાં બાળકો ઉપર હાથ ઉઠાવ્યાની ઘટના બાદતાજેતર માં શાળામાં જ પીટી ટીચરે પણ ધોરણ 1 અને 2ના છાત્રોને ગાળો ભાંડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ફૂલ જેવા માસુમ બાળકોને ગાળો ભાંડી હોવાની વાત પણ વાલીઓ સુધી પહોંચતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

વસીમના પિતા કોચ હતા તેના આધારે નોકરી મળી!

રાજકુમાર કોલેજના શૈતાન દિમાગધારી શિક્ષક વસીમના પિતા પણ રાજકુમાર કોલેજમાં કોચ હતા અને તેમના પછી હવે પિતાની નોકરી વસીમને મળી છે તો શું રાજકુમાર કોલેજના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની લાયકાત, શિક્ષણ કઈ જોયા વિના જ નોકરી આપી દેવામાં આવી છે તે ક્રિકેટ કોચ હકીકતે તે તેને લાયક છે કારણકે પોતાનું શરીર પણ હેવી છે તે કોચ તરીકે બાળકોને શું તાલીમ આપી શકશે તે સહિતના પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે.

ક્રિકેટમાં નામ થશે સંસ્થાનું અને ઉઘરાણા કરે છે વાલીઓ પાસે

રાજકુમાર કોલેજનું નામ વિશ્ર્વ સ્તરે ફેલાયેલું છે પરંતુ પરદા પાછળની હકીકત કાંઈક અલગ જ છે રાજકુમાર કોલેજ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અગ્રગણ્ય નામના ધરાવે છે તે નામ મેળવવા પાછળ બાળકો ભોગ આપતા હોય છે પરંતુ નામ તો અંતે સંસ્થાનું એટલે કે રાજકુમાર કોલેજનું જ થતું હોય છે નામ કોલેજનું થાય છે પરંતુ તેની પાછળ થતા ખર્ચને પહોંચવા વળવા વાલીઓ પાસે જ ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.

આટલી મોટી રાજકુમાર કોલેજ પાસે શું ફંડ નહીં હોય?

રાજકુમાર કોલેજ જેનું આટલું મોટું નામ છે આટલી મોટી રાજાશાહી સમયની સંસ્થા છે છતાં તેના સંચાલકો એન્યુઅલ ફંક્શન માટે વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે એ તો કેવી વાત કહેવાય? વળી એન્યુઅલ ફંક્શનની ફી પેટે 200-500 રૂપિયાની જગ્યાએ સીધા જ દરેક વિદ્યાર્થીઓ પાસેથી 3500 રૂપિયાની ઉઘરાણી યોગ્ય કહી શકાય? ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે આટલી મોટી રાજકુમાર કોલેજ પાસે શું ફંડના નામે ફદીયું પણ નહિ હોય અને જો ફંડ હોય તો બાળકો પાસેથી શામાટે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તે બાબત વિચારવા જેવી છે. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન આગળ આવીને આંદોલન કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના કોલેજ રોડ પર ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો ભય
Next Article સૌથી મોટું ડિમોલિશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?