જૂનાગઢ મનપા પદાધિકારીઓએ મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસ પ્રકલ્પો નવ નિર્મિત થઇ રહ્યા છે. જે અંતર્ગત રેલ્વે સ્ટેશન રોડ ખાતે નવ નિર્માણ થઇ રહેલ જોષીપુરા ઓવર બ્રિજની મેયર ધર્મેશ ડી.પોંશીયા, કમિશનર તેજસ પરમાર, ડે.મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી,શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, કાર્યપાલક ઈજનેર દુષ્યંતભાઈ પાનસુરીયા તેમજ સંલગ્ન ઈજનેરરો દ્વારા સમીક્ષા કરવામાં આવેલ.આ જોષીપુરા ઓવર બ્રીજની કામગીરી અંદાજે રૂ.58 કરોડના ખર્ચે નિર્માણ થશે.જેની 25 % કામગીરી થયેલ છે.
મેયર ધર્મેશ પોંશીયા દ્વારા કોન્ટ્રાકટરને વહેલી તકે જોષીપુરા તરફનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તથા ત્યાર બાદ ગાંધીચોક તરફની કામગીરી આગામી સમયમાં કામગીરી પૂર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.જોષીપુરા ઓવર બ્રિજ બનવાથી જોષીપુરા વિસ્તારમાં રહેતા અંદાજે એક લાખ લોકોને ફાટક બંધ થવાના કારણે થતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.



