એકદમ ફિટ દેખાતા યુવાનો પણ હાઇ કોલેસ્ટ્રોલનો શિકાર
ICMRના રિપોર્ટ મુજબ દેશના લગભગ 10માંથી 9 પુખ્ત વયના લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ અસામાન્ય
- Advertisement -
શહેરી વિસ્તારોમાં 89 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 86.5 ટકા લોકોનું કોલેસ્ટ્રોલ નોર્મલ નથી, જે વ્યાપક જોખમ દર્શાવે છે
જો તમે પણ એવું માનતા હોવ કેકોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકો કે સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતા લોકોને જ થાય છે, તો આ તાજેતરનો રિસર્ચ રિપોર્ટ તમારી આંખો ખોલી દેશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક અભ્યાસ અનુસાર, ભારતમાં લગભગ ૧૦માંથી ૯ પુખ્ત વયના લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય નથી.
આ સમસ્યા હવે માત્ર વૃદ્ધો કે બીમાર લોકો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ જોવામાં એકદમ ફિટ દેખાતા યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ રિસર્ચ ૨૩,૬૬૫ લોકો પર કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ મુજબ, ૮૭.૩ ટકા ભારતીય પુખ્ત વયના લોકો કોઈને કોઈ પ્રકારની અસામાન્ય બ્લડ ફેટ ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ (LDL) કે પછી ટ્રાઈગ્લાઇસરાઇડ્સનું લેવલ વધી ગયું છે. અથવા તો ગુડ કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર સામાન્ય કરતાં ઘટી ગયું છે. લાંબા ગાળે આ પરિસ્થિતિ હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધારી દે છે.
- Advertisement -
આઈસીએમઆરના રિપોર્ટમાં કેટલાક અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં યુવાનો પર આની સૌથી વધુ અસર જોવા મળી છે. આ સમસ્યા ૩૦થી ૩૯ વર્ષની ઉંમરના યુવાનોમાં સૌથી વધુ જોવા મળી રહી છે. એટલે કે નાની ઉંમરમાં જ લોકો ગંભીર હ્રદયરોગ તરફ ધકેલાઈ રહ્યા છે.
આ ઉપરાંત પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ જોખમ વધુ હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. રિસર્ચર્સના મતે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં કોલેસ્ટ્રોલની ગડબડ વધુ જોવા મળી છે. ૯૧.૧ ટકા મહિલાઓમાં અસામાન્ય કોલેસ્ટ્રોલ મળ્યું છે, જ્યારે પુરુષોમાં આ આંકડો ૮૩.૫ ટકા જેટલું છે. શહેરી વિસ્તારમાં ૮૯ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૮૬.૫ ટકા લોકોનું કોલેસ્ટ્રોલ નોર્મલ નથી. એટલે કે આ સમસ્યા હવે માત્ર શહેરો પૂરતી સીમિત નથી રહી. અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે માત્ર સ્થૂળતા, ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો જ નહીં, પરંતુ ૪૦ ટકા એવા લોકોમાં પણ અસામાન્ય સ્વસ્થ અને ફિટ દેખાતા હતા. આના કોલેસ્ટ્રોલ મળ્યું છે જેઓ સંપૂર્ણપણે પરથી સ્પષ્ટ થાય છે કે બહારથી ફિટ દેખાવું એ હૃદય સ્વસ્થ હોવાની ગેરેન્ટી નથી.
લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ : સમય-સમય પર આ બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે, જેનાથી ગુડ/બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લાઈસરાઇડ્સનું ચોક્કસ સ્તર જાણી શકાય.
જીવનશૈલીમાં ફેરફાર : હેલ્ધી ડાયેટ લેવું, નિયમિત કસરત કરવી, બહારનું પ્રોસેસ્ડ ફૂડ ટાળવું અને ધૂમ્રપાન-દારૂથી દૂર રહેવું.
સમયસર સારવાર : જો શરૂઆતમાં જ ડાયગ્નોસિસ થઈ જાય તો યોગ્ય આહાર અને ડોક્ટરની સલાહ મુજબ દવાઓથી તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.




