રાજકોટ તા.૧૪- ઓકટોબર– લોધિકા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુન્હા માં રજી.નં.૩૭/૨૦૧૭ આઇપીસી ૪૦૭ મુજબના ગુન્હાના આરોપી રાજેશભાઇ લાધાભાઇ જાદવ, જાતે તળપદા કોળી, રહે.અણીયારા તા.જી. રાજકોટવાળા નાસતા ફરતા હોય જેથી મજકુર આરોપીનું અગાઉ સીઆરપીસી કલમ-૭૦ મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવવામાં આવેલ. અને મજકુર આરોપીની અવાર નવાર તપાશ કરવા છતા મજકુર આરોપી મળી આવેલ નહીં. આરોપી ફરાર છે, જેથી મજકુર આરોપીનુ સી.આર પી.સી. કલમ-૮ર મુજબનું જાહેરનામુ નામદાર કોર્ટમાંથી તા.૨૫-૪-૧૯થી મેળવવામા આવેલ છે. પરંતુ આરોપી તપાસ દરમિયાન હાલ સુધી મળી ન આવતો હોય અને ઘણા સમયથી ફરાર હોય અથવા વોરંટ પોતાને ન બજે તે માટે સંતાતા ફરતો હોય. જે અનુસંધાને કોર્ટમાંથી આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ-૮૨ મુજબ જાહેરનામા તા.૧૧/૧૦/૨૦૨૧ના રોજ ઇસ્યુ કરવામાં આવેલ છે. જેથી આરોપીને હાજર થવા આદેશ કરવામાં આવેલ છે.



