By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    1 day ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    4 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    4 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    4 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    5 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    7 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    7 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    1 day ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતનો મિત્ર બની 1971માં અમેરિકા,ચીન અને બ્રિટનને હરાવવા માટે કોણે આપ્યો હતો સાથ? જાણો માહિતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારતનો મિત્ર બની 1971માં અમેરિકા,ચીન અને બ્રિટનને હરાવવા માટે કોણે આપ્યો હતો સાથ? જાણો માહિતી
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતનો મિત્ર બની 1971માં અમેરિકા,ચીન અને બ્રિટનને હરાવવા માટે કોણે આપ્યો હતો સાથ? જાણો માહિતી

Khaskhabar Editor
Last updated: 2025/12/04 at 1:28 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

1971ના યુદ્ધમાં સોવિયેત યુનિયને એકલા હાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડરાવ્યા હોવાનો દાવો એક અતિશય સરળીકરણ છે, પરંતુ તે સોવિયેત સંઘના નિર્ણાયક હસ્તક્ષેપને હાઇલાઇટ કરે છે જેણે ભારત સામે યુએસ નૌકાદળના હસ્તક્ષેપને અટકાવ્યો હતો.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત બંને રાષ્ટ્ર વચ્ચેના દાયકાઓ જૂના સહયોગ તરફ ઈશારો કરે છે. ભારત-રશિયા વચ્ચેની મિત્રતાનો એક નિર્ણાયક અધ્યાય 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ રહ્યું છે, જ્યારે તત્કાલીન સોવિયેત સંઘે ભારતને પડખે ઊભા રહીને એક નહીં બબ્બે નિર્ણાયક મોરચા સંભાળ્યા હતા. પરિણામે ભારતે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશનું સર્જન કરવામાં સફળતા મેળવી હતી. ચાલો જાણીએ કે ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, ચીન, અમેરિકા, બ્રિટન અને સોવિયેત સંઘને પણ સાંકળતા એ કાળખંડમાં યુદ્ધની ચોપાટ કેવી બિછાવાઈ હતી.

- Advertisement -

પૂર્વ પાકિસ્તાનમાં સૈન્યનું દમન બેકાબુ હતું

1971નું યુદ્ધ કોઈ સામાન્ય લશ્કરી ઘર્ષણ નહોતું. તે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ)માં ફૂટી નીકળેલી માનવીય ત્રાસદી અને રાજકીય ઉથલપાથલનું પરિણામ હતું. જનરલ યાહ્યા ખાનના નેતૃત્વ હેઠળનું પાકિસ્તાની સૈન્ય બંગાળી સ્વાયત્તતાની માંગને દબાવવા માટે બંગાળી લોકો પર ક્રૂર અત્યાચાર કરતું હતું. તેમાં સામૂહિક હત્યાઓ, બળાત્કારો અને સંપત્તિને આગચંપી સહિતની ઘટનાઓ સામેલ હતી. આ અત્યાચારોને પગલે શરણાર્થીઓ જીવ બચાવવા ભારતમાં ઘૂસવા લાગ્યા હતા, જેને લીધે ભારતનું અર્થતંત્ર, સામાજિક માળખું અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવા લાગી હતી. 

એકલા પડી ગયેલા ભારતને સોવિયેત સંઘનો સાથ 

- Advertisement -

પાકિસ્તાનને તે સમયે અમેરિકા, બ્રિટન અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓનો મજબૂત સહારો હતો. તેમની સંભવિત ગઠજોડનો સામનો કરવા ભારતને એક શક્તિશાળી દેશની તાત્કાલિક જરૂરિયાત હતી. આ જરૂરિયાતનું સમાધાન ભારતીય ઇતિહાસના એક અતિ મહત્ત્વપૂર્ણ રાજદ્વારી કદમ સાથે આવ્યું, જ્યારે 9 ઓગસ્ટ 1971ના રોજ સોવિયેત સંઘ સાથે ભારતે ‘શાંતિ, મિત્રતા અને સહકારની સંધિ’ પર હસ્તાક્ષર કર્યા. આ સંધિએ ભારતને દૃઢ રાજકીય ગેરંટી આપી કે જરૂર પડ્યે સોવિયેત સંઘ ભારતને સીધી લશ્કરી મદદ મોકલશે.

ચીનને નિયંત્રિત કરવા સોવિયેત સંઘે ઉત્તર મોરચો ખોલ્યો

1971ના યુદ્ધમાં પાકિસ્તાનને આશા હતી કે ચીન હિમાલયન સરહદ પર લશ્કરી કાર્યવાહી શરૂ કરીને ભારતને નબળું પાડશે, જેને લીધે પશ્ચિમી સરહદે પાકિસ્તાનની સ્થિતિ મજબૂત બનશે. જો કે, નિયતિને તે મંજૂર નહોતું એટલે સમરાંગણમાં સોવિયેત સંઘનો પ્રવેશ થયો. 1969માં સોવિયેત અને ચીની સૈન્યો ઉસુરી નદી-પ્રદેશમાં પરસ્પર ટકરાઈ ચૂક્યા હતા. ભારતને સમર્થન આપવા સોવિયેત સંઘે એ ટકરાવનો લાભ ઊઠાવવાનું નક્કી કર્યું. તેણે ચીન-સોવિયેત સરહદ પર 44 મોટરાઇઝ્ડ ડિવિઝનનું વિશાળ સૈન્ય તહેનાત કરી દીધું. હવે જો ચીન ભારત સામે હિમાલય સરહદ પર મોરચો ખોલે તો સોવિયેત સેના ઉત્તર સરહદ પરથી ચીનની અંદર ધસી આવે એમ હતી. ભારત અને સોવિયેત એમ બંને મોરચે લડવાની ચીનની ક્ષમતા નહોતી, એટલે ચીન પાકિસ્તાનની મદદે દોડી જાય એ શક્યતાનો જ છેદ ઊડી ગયો. જેને લીધે ભારતીય સૈન્ય પૂર્વમાં પાકિસ્તાન સામેના યુદ્ધ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શક્યું.

અમેરિકા-બ્રિટનની નૌસેનાએ નવું સંકટ ઊભું કર્યું

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વધારે તીવ્ર બનતાં અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનની મદદ કરવા આગળ આવ્યા. ડિસેમ્બર 1971ની શરૂઆતમાં અમેરિકાની નૌસેના પરમાણુ શસ્ત્રો ધરાવતા વિમાનવાહક જહાજ યુએસએસ એન્ટરપ્રાઇઝ સહિત બંગાળની ખાડીમાં પ્રવેશી. ત્યારે અમેરિકાના તત્કાલીન પ્રમુખ રિચર્ડ નિક્સનના વહીવટી તંત્રનો હેતુ સ્પષ્ટ હતો, પાકિસ્તાનને સમર્થનનો સંદેશ મોકલવો અને ભારત પર દબાણ વધારવું. એ જ સમયે બ્રિટિશ સરકારે પણ એરક્રાફ્ટ કેરિયર એચએમએસ ઇગલને અરબી સમુદ્રમાં મોકલ્યું. બે મહારથી દેશોની નૌસેના અડખેપડખેના બે સમુદ્રમાં આવીને ડોળા કાઢતી ઊભી રહે, એ કોઈ પણ દેશ માટે અમંગળ ગણાય. ભારત માટે પણ ગંભીર પડકાર સર્જાયો. વધુમાં નિક્સન વહીવટી તંત્રે ચીનને પણ ભારત સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યું.

સોવિયેત સંઘે મજબૂત નૌસેનાનું શક્તિપ્રદર્શન કરીને સૌને ચેતવી દીધા

આ નાટકીય સંજોગોમાં ભારતે સોવિયેત સંઘ પાસે તાત્કાલિક મદદ માંગી. સોવિયેત સંઘે ઝડપથી અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી. વ્લાદિવોસ્ટોક બંદરેથી સોવિયેત નૌસેનાની મોટી લશ્કરી ટુકડી (જેમાં પરમાણુ શસ્ત્રોથી સજ્જ વિમાનવાહક જહાજો અને સબમરિનોનો સમાવેશ થતો હતો) હિંદ મહાસાગર તરફ ઝડપી ગતિએ આગળ વધી. આ ટુકડીએ પોતાની વ્યૂહરચના હેઠળ સોવિયેત સબમરિનોની હાજરી જાણીજોઈને છતી કરી, જેથી અમેરિકન ઉપગ્રહો તેમને ઓળખી શકે. અને સોવિયેત યુનિયને ધાર્યું હતું એમ જ થયું. અમેરિકન નૌસેના સોવિયેત નૌસેનાના આગમનથી ચોંકી ગઈ. સોવિયેત નૌસેના સામે ભીડવું એટલે ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપવું. સોવિયેત નૌસેનાના શક્તિ પ્રદર્શનથી પાછી પડીને અમેરિકન અને બ્રિટિશ નૌસેના પાછી વળી ગઈ અને પાકિસ્તાન ફરી એકલું પડી ગયું.

છેવટે ભારતે પાકિસ્તાનનો ઘડોલાડવો કરી નાંખ્યો  

સોવિયેત સંરક્ષણ આવરણ મળ્યા પછી ભારતે રીતસરનો સપાટો બોલાવીને પાકિસ્તાનનો ઘડોલાડવો કરી નાંખ્યો. 16 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાનના પૂર્વી સેના કમાન્ડે 93,000થી વધુ સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારવી પડી. બીજા વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટી સામૂહિક શરણાગતિ હતી. આ વિજયે એક નવા, સ્વતંત્ર રાષ્ટ્ર ‘બાંગ્લાદેશ’ને જન્મ આપ્યો અને દક્ષિણ એશિયાના ભૂરાજકીય નકશાને કાયમ માટે બદલી નાખ્યો.

ટકાઉ ભાગીદારીનો આધારસ્તંભ

1971નું યુદ્ધ ભારતની સુરક્ષા માટે સોવિયેત સંઘની પ્રતિબદ્ધતાનું એક જ્વલંત ઉદાહરણ બની ગયું. તેની સહાયથી જ ભારતે અમેરિકા, બ્રિટન, પાકિસ્તાન અને ચીનના બહુમુખી જોખમનો સામનો કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. 1971 પછી ભારત-રશિયા સંબંધોમાં એક અભેદ્ય વિશ્વાસનો પાયો નંખાયો. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી શરૂ થયેલું આ ઐતિહાસિક ગઠબંધન, કૃષિ અને ઉદ્યોગથી લઈને પ્રતિરક્ષા, અવકાશ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહકાર સાથે વિકસ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ પુતિનની વચ્ચેની વર્તમાન વાટાઘાટો એ જ ઐતિહાસિક વિશ્વાસ અને સહયોગના સુસ્થાપિત માર્ગ પર આગળ વધી રહી છે.

You Might Also Like

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ

થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત

રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો

ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ

TAGGED: India-Russia relations
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈન્ડિગો ફ્લાઈટ બોમ્બ સ્કેરઃ મદીના-હૈદરાબાદ એરક્રાફ્ટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Next Article પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?