By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    12 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    14 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    11 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    12 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    15 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટાચૂંટણીના પરિણામો: મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પેટાચૂંટણીના પરિણામો: મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી
રાષ્ટ્રીય

પેટાચૂંટણીના પરિણામો: મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી

Khaskhabar Editor
Last updated: 2025/11/14 at 12:17 PM
Khaskhabar Editor 7 months ago
Share
7 Min Read
SHARE

આજે બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે 

આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ વર્ષની શરૂઆતમાં ખાલી પડેલી આ 8 બેઠકો માટે નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ, મિઝોરમની ડમ્પા, ઓડિશાની નુઆપાડા અને જમ્મુ-કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે.

- Advertisement -

પંજાબમાં AAP અને તેલંગાણામાં કોંગ્રેસની સરસાઈ

પંજાબની તરનતારન વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના હરમીત સિંહ સંધુ આગળ ચાલી રહ્યા છે. જ્યારે, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ બેઠક પર કોંગ્રેસના નવીન યાદવ આગળ છે. ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ના સુનીતા ગોપીનાથ બીજા ક્રમે છે અને ભાજપના દીપક રેડ્ડી ત્રીજા સ્થાને છે.

જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસના વી. નવીન યાદવની ચોથા રાઉન્ડમાં સરસાઈ વધુ મજબૂત

જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના ચાર રાઉન્ડ પૂરા થયા બાદ, કોંગ્રેસના ઉમેદવાર વી. નવીન યાદવે 38,566 મતો સાથે પોતાની સરસાઈ મજબૂત કરી છે. તેઓ BRSના મગંતી સુનીથા ગોપીનાથ (29,007 મત)થી આગળ ચાલી રહ્યા છે. ભાજપના લાંકલા દીપક રેડ્ડી પાસે 7296 મત છે, જ્યારે NOTA 387 મતો સાથે ચોથા સ્થાને છે.

- Advertisement -

J&K, ઓડિશામાં ભાજપ; જ્યુબિલી હિલ્સ અને અંતામાં કોંગ્રેસ આગળ

8 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે, ત્યારે સવારે 11:00 વાગ્યાના પ્રારંભિક વલણો મિશ્ર ચિત્ર રજૂ કરે છે, જેમાં…

ભાજપ જમ્મુ-કાશ્મીરની નગરોટા અને ઓડિશાની નૂઆપડા બેઠક પર આગળ છે.

કોંગ્રેસ તેલંગાણાની જ્યુબિલી હિલ્સ અને રાજસ્થાનની અંતા બેઠક પર સરસાઈ ધરાવે છે.

પ્રાદેશિક પક્ષો પણ પોતાની છાપ છોડી રહ્યા છે, જેમાં…

JMM (ઝારખંડ મુક્તિ મોરચા)ના સોમેશ ચંદ્ર સોરેન ઘાટશિલા (ઝારખંડ)માં આગળ.

PDP (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના મુન્તઝીર મેહદી બડગામ (J&K)માં આગળ.

MNF (મિઝો નેશનલ ફ્રન્ટ)ના ડૉ. આર. લાલથાંગલિયાની દમ્પા (મિઝોરમ)માં જીત.

AAP (આમ આદમી પાર્ટી)ના હરમીત સિંહ સંધુ તરન તારન (પંજાબ)માં આગળ.

મિઝોરમની દમ્પા બેઠક પર MNFના આર. લાલથાંગલિયાનાની જીત

મિઝોરમની દમ્પા વિધાનસભા પેટાચૂંટણીમાં, મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના ઉમેદવાર અને પૂર્વ મંત્રી આર. લાલથાંગલિયાનાએ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના ઉમેદવાર વનલાલસૈલોવાને 562 મતોના માર્જિનથી હરાવ્યા છે. શુક્રવારે પરિણામો જાહેર થતાં વિપક્ષ MNF માટે આ એક વિજય સાબિત થયો છે.

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી 2 - image

જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસના નવીન યાદવની ત્રીજા રાઉન્ડમાં BRS પર મોટી સરસાઈ

જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ, કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે કુલ 28,956 મત મેળવ્યા છે. તેઓ BRSના મગંતી સુનીથા ગોપીનાથ કરતાં 6012 મતોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય, ભાજપના એલ. દીપક રેડ્ડીને 5341 મત મળ્યા છે, જ્યારે NOTAમાં 280 મતો છે.

જમ્મુ-કાશ્મીર બડગામ પેટાચૂંટણીમાં PDPના આગા સૈયદ મુન્તઝીર મેહદીની લીડ

જમ્મુ-કાશ્મીર બડગામ વિધાનસભા બેઠકની મતગણતરીમાં, PDPના ઉમેદવાર આગા સૈયદ મુન્તઝીર મેહદી 1000 મતોની સરસાઈ સાથે આગળ છે. ગણતરી આગળ વધતાં તેમણે અગાઉ આગળ રહેલા NCના આગા સૈયદ મહમૂદ અલ-મોસાવી અને અપક્ષ ઉમેદવાર નઝીર અહમદ ખાનને પાછળ છોડી દીધા છે.

રાજસ્થાનમાં ભાજપને ફટકો

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર પાંચ રાઉન્ડની ગણતરી પૂરી થતાં, કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયાએ ફરી એકવાર સરસાઈ મેળવી છે, જેનાથી ભાજપને ફટકો પડ્યો છે. નરેશ મીણા બીજા ક્રમે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોરપાલ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે.

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી 3 - image

અંતા બેઠક પર ભાજપની ખરાબ હાલત, કોંગ્રેસ પણ પાછળ

રાજસ્થાનની અંતા પેટાચૂંટણીમાં ચોથા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ, અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ 200 મતોની સરસાઈ સાથે લીડ મેળવી છે. આ સાથે કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયા બીજા નંબરે છે, જ્યારે ભાજપના મોરપાલ ચોથા રાઉન્ડના અંતે પણ પાછળ રહ્યા છે.

બડગામ પેટાચૂંટણીમાં એનસી (નેશનલ કોન્ફરન્સ)ના ઉમેદવાર આગળ

બડગામ (જમ્મુ-કાશ્મીર) વિધાનસભા પેટાચૂંટણીમાં, ચૂંટણી પંચના શરૂઆતી વલણો મુજબ, 17મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉમેદવાર આગા સૈયદ મહમૂદ અલ મોસાવી 624 મતોની સરસાઈ સાથે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના આગા સૈયદ મુન્તઝીર મેહદીથી આગળ છે.

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીમાં કોંગ્રેસના નવીન યાદવ આગળ

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીના શરૂઆતી વલણો સૂચવે છે કે કોંગ્રેસના નવીન યાદવ આગળ છે. આ ચૂંટણીમાં કુલ 58 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના એલ. દીપક રેડ્ડી અને BRSના સુનીતાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 48.49 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં 1,94,631 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજસ્થાન અંતામાં EVMથી મતગણતરી શરૂ

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર બૅલેટ પેપરની ગણતરી બાદ હવે EVM મશીનો દ્વારા પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. બારાં ગવર્મેન્ટ કૉલેજ ખાતે મતગણતરી શરૂ થતાં જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીની મતગણતરી શરૂ

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીની મતગણતરી યુસુફગુડાના કોટલા વિજયભાસ્કર રેડ્ડી સ્ટેડિયમ ખાતે સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે, જેના માટે 42 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. શૈકપેટ મંડળના પ્રથમ પોલિંગ બૂથથી શરૂ થયેલી આ ગણતરી કુલ 10 રાઉન્ડમાં પૂરી થશે, ત્યારબાદ અંતિમ પરિણામો જાહેર કરાશે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી ચૂંટણીના મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આસપાસ કલમ 144 લાગુ છે.

ઓડિશા નુઆપાડામાં BJPનો રેકોર્ડ જીતનો દાવો

ભાજપના પ્રવક્તા સત્યબ્રત પાન્ડાએ દાવો કર્યો કે ઓડિશામાં સત્તામાં આવ્યા પછી નુઆપાડાની આ પ્રથમ પેટાચૂંટણીમાં પક્ષ રેકોર્ડ માર્જિનથી જીતશે, જે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીની જન-કેન્દ્રિત સરકારની સાબિતી છે. તેમણે પૂર્વ CM નવીન પટનાયક દ્વારા લગાવેલા ‘મત ચોરી’ના આક્ષેપોને તેમની રાજકીય હતાશા ગણાવી.

જમ્મુ-કાશ્મીર નગરોટા અને બડગામના પરિણામો 

નગરોટા અને બડગામ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ બંને બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જોકે, શરૂઆતના વલણો 9 વાગ્યાથી મળવાની સંભાવના છે અને બપોરના 12 વાગ્યા સુધીમાં આ બેઠકોના અંતિમ પરિણામો સ્પષ્ટ થઈ જશે તેવી અપેક્ષા છે.

પંજાબ તરનતારન પેટાચૂંટણીનું કારણ 

પંજાબ વિધાનસભાની તરનતારન બેઠક પરના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય કશ્મીર સિંહ સોહલના નિધનને કારણે આ સીટ ખાલી પડી હતી, જેના પગલે 11 નવેમ્બરના રોજ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 60.95% મતદાન થયું હતું અને તેના મતોની ગણતરી આજે થઈ રહી છે.

રાજસ્થાન અંતા પેટાચૂંટણીનું કારણ 

રાજસ્થાનની અંતા બેઠક પર ભાજપના ધારાસભ્ય કંવરલાલ મીણાને SDM પર પિસ્તોલ તાકવાના કેસમાં ત્રણ વર્ષની સજા થવાથી તેમની સભ્યતા રદ થઈ હતી. આ કારણોસર આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ, જેમાં 80.32% મતદાન નોંધાયું છે.

You Might Also Like

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

TAGGED: BJP, CONGRESS, MIZORAM, results
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલા ચોકડી નજીક સૂચક બોર્ડ જોખમી રીતે લટકી રહ્યું છે
Next Article લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?