નકલી પોલીસ માટે પંકાયેલા મિહિરને અસલી પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો
ભક્તિનગર પોલીસમાં નોંધાયેલા ગુનાનો માલવીયાનગર પોલીસે ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લૂંટી લેતા શખ્સે વધુ એક જગ્યાએ 20 હજારનો તોડ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે જો કે નકલી પોલીસ બનીને ગયેલા શખ્સને અસલી પોલીસે પીછો કરી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા સોલવન્ટ માં આવેલ બરકતીનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીરભાઈ મુલતાની ઉં.42એ નામચીન મિહિર કૂંગસિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કરે છે. તેનું મૂળ ગામ સુરેન્દ્રનગરનું કટુડા ગામ છે. ગઈ તા.1 ગામ સમસ્ત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેઓ વતન ગયાં હતાં. ત્યાંથી ગત બપોરે ચાર વાગ્યે એસટીમાં બેસી રાજકોટ આવવા રવાના થયેલ અને સાંજે સાત વાગ્યે રાજકોટ બસપોર્ટ પર ઉતરી બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચાની હોટલે ચા પીવા ગયાં હતા ત્યારે ત્યાં બાજુમાં એક શકમંદ શખ્સ ઉભો હતો જે બાદ તે ભૂતખાના ચોક પહોંચી ત્યાંથી ઘરે જવા રીક્ષામાં બેઠાં હતાં. તે નાગરીક બેંક ચોક પહોંચતા એક ઍક્સેસ ચાલકે રિક્ષાને આંતરી હતી અને પોતે એલસીબી ક્રાઈમમાં પોલીસ છે કહી રિક્ષામાંથી નીચે ઉતારી તમારા પર કેશ થયો છે તેમ કહીં બાઈકમાં બેસાડી ગાયત્રી મેઈન રોડ પર લઈ ગયો હતો. જ્યાં એક જગ્યાએ બાઈક ઉભું રાખી પહેલાં મોબાઈલ માંગ્યો હતો જે આપ્યા બાદ પાકીટ માંગતા તે પણ આપ્યું હતું પાકીટ ચેક કરી તેમાં રહેલા 20 હજાર કાઢી લઈ પાકીટ પરત આપી દિધું હતું. જેથી તેને રૂપીયા બાબતે વાત કરતાં કહ્યું કે બધું પૂરું થઈ ગયું હવે કાલે ક્રાઈમ બ્રાન્ચે આવી જજે કહીં તે પોતાનું બાઈક લઈ નાસી છૂટ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
માલવીયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઈની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર પોપટપરાનો મિહિર ભાનુભાઇ કુંગશીયા મવડી બ્રિજ નીચે હોવાની એએસઆઈ કેતનભાઈ શેખલીયા અને ચિત્રકેતુસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે નકલી પોલીસ મિહિર કુંગશીયાની ધરપકડ કરી રોકડા 20 હજાર, 1 એક્સેસ અને બે મોબાઈલ સહીત 1.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે મહીરી અગાઉ નકલી પોલીસની ઓળખ આપવાના 5 ગુનામાં પકડાઈ ચુક્યો છે અને એક વખત પાસા તળે સુરત જેલયાત્રા પણ કરી ચુક્યો છે.



