ઐશ્વર્યા રાય બચ્ચન પૅરિસ ફૅશન વીકમાં ભાગ લેવા માટે પહોંચી છે

ઐશ્વર્યા રાય બચ્ચન પૅરિસ ફૅશન વીકમાં ભાગ લેવા માટે પહોંચી છે. ફ્લોર લેન્ગ્થ વાઇટ આઉટફિટમાં તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
- Advertisement -

પિન્ક લિપસ્ટિક અને કાજલથી તેની અદા મારકણી લાગતી હતી. અહીં તેણે એક ફેશન બ્રૅન્ડને રિપ્રેઝન્ટ કરી હતી.

તે ઘણાં વર્ષોથી એની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. તેણે વિમેન્સ વેઅર સ્પ્રિંગ/સમર ૨૦૨૨ માટે રૅમ્પ-વૉક પણ કર્યું હતું.
- Advertisement -
આઇફલ ટાવર પાસે આયોજિત આ શોમાં ઐશ્વર્યા જ્યારે મંચ પર આવી તો સૌ કોઈની નજર તેના પર જ ટકી રહી હતી. આ ફૅશન વીકમાં અનેક મૉડલે ભાગ લીધો હતો.



