55 બેંકના ચેરમેન, ખઉ અને ઈઊઘ હાજર રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનની 50મી વાર્ષિક સાધારણ સભા તા. 26-9-2025ના અમદાવાદ ખાતે યોજાઈ ગઈ. સાધારણ સભાની શરૂઆત સહકાર ગીત તેમજ રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવી.
ફેડરેશનના સીઈઓ જે. વી. શાહ દ્વારા મીટીંગમાં આવેલ પ્રતિનિધિ ભાઈ-બહેનોનું સ્વાગત કરી ગુજરાતની અર્બન બેન્કોની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી તેમજ જુદા જુદા પેરામીટરના આધારે ગુજરાતની ટોપ ટેન (દસ) બેન્કોની યાદી રજૂ કરવામાં આવી. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યના તમામ અર્બન બેન્કોએ નવા નિયમ મુજબના એન્ટ્રીપોઈન્ટ નોર્મ્સ હાંસલ કરેલ છે. રાજ્યમાં કુલ 209 અર્બન બેન્કો છે અને તેનું બ્રાન્ચ નેટવર્ક 1151 છે, જ્યારે ટોટલ ડિપોઝીટ રૂા. 90,000 કરોડ અને ધિરાણો રૂા. 58,000 કરોડ છે. રાજ્યની અર્બન કો-ઓપ. બેન્કોનું ગ્રોસ ગઙઅ માત્ર 3.4% છે જ્યારે નેટ ગઙઅ 0.5% છે.
ગઞઈઋઉઈ (ઞઘ) પ્રતિનિધિ દ્વારા ટેકનોલોજીને લગતી જે સેવા આપવાની શરૂઆત થઈ ગઈ છે તેમજ ટૂંક સમયમાં જે સેવાઓ શરૂ થનાર છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
સભાને સંબોધતાં ફેડરેશનના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાએ જણાવ્યું કે ગઞઈઋઉઈ નેશનલ અંબ્રેલામાં ગુજરાતની 90 અર્બન બેન્કોએ રૂા. 46 કરોડનું રોકાણ કરેલ છે. ગઞઈઋઉઈ નેશનલ અંબ્રેલાને આર.બી.આઈ.ની જે રૂા. 300 કરોડ મૂડીની જે શરત હતી જે યુ.ઓ. દ્વારા પૂર્ણ કરેલ છે. ગઞઈઋઉઈ દ્વારા ટેકનોલોજીને લગતી સેવાઓ આપવાની શરૂઆત થઈ ગઈ છે તેમજ ટૂંક સમયમાં જે સેવાઓ શરૂ થનાર છે તેની સંપૂર્ણ માહિતી આપી યુ.ઓ.ની ટેકનોલોજી સેવાથી બેન્કના ટેકનોલોજી ખર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થશે જે બેન્કની નફાકારકતા વધારશે.
હવે યુ.ઓ. આર.બી.આઈ.ની પૂર્વમંજૂરીથી જછઘ (જયહર છયલીહફજ્ઞિિીું ઘલિફક્ષશતફશિંજ્ઞક્ષ) તરીકે કામ કરશે.
યુ.ઓ.ની ટેકનોલોજી સર્વિસ ખાસ કરીને નાની અર્બન બેન્કોને ખૂબ જ મદદરૂપ થશે અને અન્ય મોટી બેન્કોએ ટેકનોલોજી સેવા તેના ગ્રાહકને આપે છે તેવી જ સેવા આપી શકશે અને બેન્કીંગ સેકટરમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે.
ફેડરેશન દ્વારા ટ્રેનીંગો તેમજ ઉપયોગી સ્ટડી મટીરીયલ અર્બન બેન્કોને પૂરી પાડવામાં આવે છે. ફેડરેશન અને નેશનલ અંબ્રેલાનો એક જ ધ્યેય છે કે બેન્કોનું ટર્નઓવર પાંચ વર્ષમાં બમણું થાય અને તમામ અર્બન બેન્કો આર.બી.આઈ.ના કમ્ફર્ટ લેવલમાં રહી જીતફિંશક્ષફબહય ૠજ્ઞિૂવિં કરી કો-ઓપરેટીવ બેન્કીંગ સેકટરને મજબૂત બનાવે.
વાર્ષિક સાધારણ સભામાં 55 બેન્કોના ચેરમેનો, મેનેજિંગ ડિરેકટરો તેમજ સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશનના વાઈસ ચેરમેન કાન્તીલાલ એસ. પટેલે વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવા બદલ સભ્યોનો આભાર માની સાધારણ સભાને પૂરી થયેલ જાહેર કરવામાં આવી.



