નવરાત્રીના પાવન પર્વ પર 25 સપ્ટમ્બરને ગુરુવારના રોજ ચોથા નોરતાએ મવડી વિસ્તારની બાળાઓ માટે પ્રસાદ અને લાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટના વોર્ડ નં. 12માં શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર, ઉદયનગર અને જલારામ સોસાયટીની તમામ 700 જેટલી બાળાઓને મવડી મેઇન રોડ મુરલીધર પાનની બાજુમાં ભોજન અને લાણી વિતરણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે એચ.એન.એન્ટરપ્રાઇઝ એન્ડ ગ્રુપ વાવડી ગામના સભ્યો અને નિતિનભાઇ મોતીભાઇ હુંબલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
700 દિકરીઓને પ્રસાદ અને લાણીનું વિતરણ કરાયુ

TAGGED:
Rajkot
Follow US
Find US on Social Medias


