બે વાહન, ગેસ, સિલિન્ડર સહિત 26.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
લીંબડી નેશનલ હાઈવે પર જાખણ મંદિરની સામે આવેલી એક હોટલમાં ગેરકાયદેસર એલ.પી.જી ગેસનું કટીંગ થતું હોવાની બાતમી લીંબડી પોલીસને મળતા તુરંત પીઆઈ એ.આર.પટેલ, મહાવીરસિંહ, ભરતસિંહ, મોહબતસિહ સહિતના સ્ટાફે લીંબડી હાઈવે પર દેવનારાયણ હોટલ ખાતે દરોડો કરી હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા ગેરકાયદેસર એલ.પી.જી ગેસ કટીંગ કરતા દશરથ રઘુભાઈ પાડલીયા તથા પ્રવીણ રામશંકર પડિયા એમ બે શખ્સોને ઝડપી લીધા હતા આ બંને શખ્સો પાસેથી સુપર કેરી વાહન જીજે 13 એ એક્સ 0729 નંબર કિંમત બે લાખ રૂપિયા, ટેન્કર જીજે 12 બી વી 3445 કિંમત 15 લાખ રૂપિયા, ટેન્કરના ભરેલો ગેસ કિંમત 8,66,204 રૂપિયા, મોટર અને વાયર કિંમત બે હજાર રૂપિયા, ખાલી તથા ભરેલા ગેસ સિલિન્ડર 14 નંગ કિંમત 10,400 રૂપિયા, બે મોબાઇલ કિંમત 8 હજાર રૂપિયા તથા રોકડ 14 હજાર રૂપિયા મળી કુલ 26,03,604 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિજયભાઈ મનુભાઈ પાડલીયા હજાર નહીં મળી આવતા ત્રણ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



