ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે વિશ્વ અલ્ઝાઈમર દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિમેન્શિયા અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલી તકે નિદાન કરવાનું મહત્વ સમજાવવાનો તથા સંભાળ આપનારાઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો.
- Advertisement -
અલ્ઝાઈમર એક વધતી જતી ન્યુરોલોજીકલ ખામી છે જે સ્મૃતિ, વિચારશક્તિ અને વર્તન પર અસર કરે છે. ભારતમાં વયસ્ક વસ્તી વધતાં તેની અસરકારકતા સતત વધી રહી છે. આ અવસરે વોકહાર્ટ હોસ્પિટલ્સના સિનિયર ન્યુરોલોજિસ્ટ્સ ડો. આશુતોષ દુધાત્રા, ડો. બિપિન ભીમાણી, ડો. જીગર પારેખ, ડો. નિશિથ પટેલ અને ડો. ગૌરવ દવે દ્વારા ઇન્ટરેક્ટિવ અવેરનેસ સેશન યોજાયું.
સત્ર દરમિયાન અલ્ઝાઈમરના સામાન્ય લક્ષણો – જેમ કે સ્મૃતિભ્રમ, ગુંચવણ, વાતચીતમાં મુશ્કેલી તેમજ સ્વભાવમાં ફેરફાર અંગે વિગતવાર સમજાવાયું. નિષ્ણાંતો એ જણાવ્યું કે વહેલા તકે નિદાન અને યોગ્ય કાળજીથી દર્દી તથા તેમના પરિવારના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય છે.
આ પ્રસંગે ડો. આશુતોષ દુધાત્રાએ કહ્યું કે, અલ્ઝાઈમર ફક્ત સ્મૃતિ ગુમાવવાનો રોગ નથી, પરંતુ દર્દી તથા સંભાળ આપનાર બંનેના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. જાગૃતિ એ અસરકારક મેનેજમેન્ટનું પ્રથમ પગલું છે અને વોકહાર્ટ હોસ્પિટલ્સમાં અમે સર્વાંગી કાળજી આપવા પ્રતિબદ્ધ છીએ.
કાર્યક્રમ દરમિયાન પરિવારો અને કેરગિવર્સને ચેતવણીના લક્ષણો વહેલી તકે ઓળખવા તથા યોગ્ય સમયે તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવી. મુલાકાતીઓને શૈક્ષણિક સામગ્રી અને પેમ્ફ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં નિયમિત કસરત, માનસિક ઉત્તેજના, સંતુલિત આહાર અને સામાજિક સક્રિયતા જેવી આદતો અલ્ઝાઈમરનો જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે તે સમજાવાયું.
આ પહેલ દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટએ મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને અલ્ઝાઈમર દર્દીઓને કરુણાભર્યું તેમજ નિષ્ણાત માર્ગદર્શન પૂરો પાડવાની પોતાની પ્રતિબદ્ધતા પુન:વ્યક્ત કરી.



