LCB અને પેરોલ ટીમ દ્વારા સંયુક્ત દરોડો કરી 5.52 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર વિદેશી દારૂની હેરફેર કરતા ઈસમો ઝડપાય છે તેવામાં સૌથી વધુ અમદાવાદ કચ્છ હાઈવે અને અમદાવાદ રાજકોટ હાઈવે પરથી દારૂની હેરફેર થતી હોવાનું સામે આવે છે ત્યારે વધુ એક વખત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ટીમ દ્વારા સંયુક્ત રીતે પાટડીના મજેઠી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપી પાડી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પાટડીના મજેઠી ચેક પોસ્ટ નજીક વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર સામખીયારી તરફ જતી હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વય પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ અને પેરોલ ટીમના દશરથભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી, યશપાલસિહ સહિતના સ્ટાફ દ્વારા મજેઠી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન વિરમગામ તરફથી એક બોલેરો કાર જીજે 19 યુ 3103 વાળી નીકળતા આ બોલેરો કારણે અટકાવી તપાસ કરતા પાછળના ભાગે લોખંડના રોલ ભરેલા હોવાનું નજરે પડતા વધુ તપાસમાં અંદરથી વિદેશી દારૂની 1632 નંગ બોટલ કિંમત 5.52 લાખ રૂપિયાનો જપ્ત કરી બોલેરો ચાલક રાકેશકુમાર ભાખરારામ ગરુ (બિષ્નોઈ), રહે: ઝાલોર રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેની પાસેથી બોલેરો કાર કિંમત બે લાખ રૂપિયા, એક મોબાઇલ કિંમત પાચ હજાર રૂપિયા લોખંડના દસ નંગ રોલ કિંમત એક હજાર રૂપિયા સહિત કુલ 7.58 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂ આપનાર સુનિલભાઈ બિષ્નોઈ, બોલેરો કારનો માલિક તથા સામખીયારી ખાતે વિદેશી દારૂ મંગાવનાર શખ્સ સહિત કુલ ચાર વિરુધ બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



