રણછોડરાય મંદિર વિવાદ ચરમસીમાએ
આમને સામને
કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશું: બન્ને મહિલાઓની જીદ મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી : પૂજારી
ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની સેવાનો બે બહેનોએ મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી. આ વચ્ચે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની ડાકોરની બંન્ને મહિલાઓએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરતાં મામલો ગરમાયો છે. આ મામલો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે.
- Advertisement -
મહિલાઓએપૂજા કરવા માટે સુરક્ષાની માંગ કરી
આ બંને મહિલાઓ દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બંને મહિલાઓએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે હુમલો થવાની શક્યતાને લઈ સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. બંને બહેનો આજે 2 ઓક્ટોબર અને આવતીકાલે 3 ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ જણાવ્યું છે. જેના કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
વંશ પરંપરા મુજબ પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ: ઈન્દિરાબેન
સેવા કરવા આવેલી બંને મહિલાઓએ જણાવ્યું છે કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતા વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.
- Advertisement -
પૂજા પહેલા અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે
મંદિર મેનેજમેન્ટનું કહેવું છે કે, કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવાપૂજા કરી શકે છે. પૂજા પહેલા અમને કોર્ટનો આદેશ બતાવવો પડશે. ડાકોરના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ મહિલાએ ક્યારે મંદિરમાં પૂજા કરી નથી.