By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    4 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    5 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    5 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    7 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    7 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    1 day ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    7 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત: મોદી પહેલાં, મોદી પછી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ભારત: મોદી પહેલાં, મોદી પછી…
AuthorKinnar Acharyaરાષ્ટ્રીય

ભારત: મોદી પહેલાં, મોદી પછી…

Khaskhabar Editor
Last updated: 2021/10/02 at 2:33 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

સતત બે ટર્મ સુધી વડાપ્રધાન રહ્યાં પછી પણ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને જ્યારે પૂછવામાં આવતું કે, ‘દેશમાં જડમૂળથી પરિવર્તન ક્યારે આવશે? કેવી રીતે આવશે?’

– કિન્નર આચાર્ય

Contents
સતત બે ટર્મ સુધી વડાપ્રધાન રહ્યાં પછી પણ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને જ્યારે પૂછવામાં આવતું કે, ‘દેશમાં જડમૂળથી પરિવર્તન ક્યારે આવશે? કેવી રીતે આવશે?’2014માં ભારતનું સ્થાન વીજ ઉત્પાદનમાં ચોથું હતું, હવે રશિયાને પાછળ છોડીને ભારતે ત્રીજું સ્થાન મેળવી લીધું…

ત્યારે તેઓ જવાબ આપતાં કે, ‘મારા હાથમાં કોઈ જાદુની છડી નથી!’ મનમોહનસિંહ ખોટું બોલતાં હતાં. શાસકનાં હાથમાં જાદુની છડી હોય છે જ. એ ધારે તો પેલી જાદુની છડીથી ટુજી- સ્પેકટ્રમ સ્કેન્ડલ કરી શકે, કોમન વેલ્થ કૌભાંડ પણ કરી શકે અને જો ધારે તો સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરી શકે, વિશ્ર્વભરમાં દેશનો ડંકો વગાડી શકે.

- Advertisement -

નરેન્દ્ર મોદીએ બીજો માર્ગ પસંદ કર્યો છે. એક તરફ તેમણે આતંકવાદ, આતંકી હુમલાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરીને કડક સંદેશો આપ્યો છે. તો બીજી તરફ આયુષમાન ભારત, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે અને અનેક બાબતોમાં આગેવાની લઈને વૈશ્ર્વિક સ્તરે પોતાની તથા ભારતની મજબૂત ઈમેજ ઉભી કરી છે.

એક નિવૃત્ત પોલીસ અધિકારીએ હમણાં એક રસપ્રદ એનાલિસિસ કર્યું છે. રિસર્ચ પછી તેમણે ભારતની શરૂઆતની છ દાયકાની સ્થિતિ વિશે અને મોદીનાં આગમન પછી તેમાં આવેલા પરિવર્તન અંગે ચોંકાવનારા આંકડાઓ આપ્યા છે. ભારતીય અર્થતંત્રનાં કદથી શરૂ કરીને તેમાં વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ સુધીનાં અનેક મુદ્દાઓ તેમણે આવરી લીધાં છે. પ્રથમ મુદ્દો છે: ભારતીય અર્થતંત્રનું કદ. 2014માં ભારતનો ક્રમાંક તેમાં દસમો હતો, 2021 સુધીમાં ફ્રાન્સ, બ્રાઝિલ, ઈટલી અને રશિયાને પાછળ છોડીને ભારત હવે મોદીકાળમાં જી.ડી.પી. બાબતે 2021માં છઠ્ઠા નંબરે પહોંચ્યું છે. આ બધું આપમેળે અને અનાયાસે નથી થઈ ગયું. ભારતનો જી.ડી.પી. વધારવા નરેન્દ્ર મોદીની સરકારે ભરપૂર પગલાં લીધાં છે.
બીજો મુદ્દો છે: ઓટો માર્કેટ. 2014માં ભારતનું સ્થાન તેમાં સાતમું હતું, 2021 સુધીમાં ભારતે જર્મની અને દક્ષિણ કોરીયાને પાછળ મૂકીને ચોથું સ્થાન મેળવી લીધું છે. હવે ચીન, અમેરિકા અને જાપાન જ ભારતથી આ બાબતે આગળ છે.

મોદીએ એક તરફ આતંકવાદ, આતંકી હુમલાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરીને કડક સંદેશો આપ્યો છે, તો બીજી તરફ આયુષમાન ભારત, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું

- Advertisement -

દસેય દિશાઓમાં નરેન્દ્ર મોદીએ ભારતની જે પ્રગતિ કરાવી છે તે અતૂલ્ય, અભૂતપૂર્વ છે

2014માં ભારતનું સ્થાન વીજ ઉત્પાદનમાં ચોથું હતું, હવે રશિયાને પાછળ છોડીને ભારતે ત્રીજું સ્થાન મેળવી લીધું…
  • ખાંડનાં ઉત્પાદનમાં અગાઉ બ્રાઝિલ નંબર-વન હતું, હવે ભારત પ્રથમ સ્થાને છે
  • આજે ભારત મોબાઈલ પ્રોડકશનમાં દ્વિતીય નંબર પર પહોંચી ગયું છે, 2014માં આ બાબતે ભારતનું સ્થાન બારમું હતું : આ છ વર્ષ દરમિયાન ભારતે કોરિયા, અમેરિકા જેવાં દેશોને પણ પાછળ છોડી દીધાં
  • સ્ટીલ ઉત્પાદનમાં 2021માં ભારતનો નંબર જગતમાં ચોથો હતો, હવે જાપાન અને અમેરિકાને ઓવરટેક કરીને ભારતે બીજો નંબર મેળવી લીધો છે
  • ક્લાઈમેટ ચેન્જ મુદ્દે 2014માં ભારત ઠેઠ 31માં નંબરે હતું અને હવે સ્વીડન, બ્રિટન તથા ડેન્માર્ક જેવાં અનેક દેશોને પાછળ મૂકીને ભારત દસમા નંબર પર

નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી જ તેમણે સૌરઊર્જા પર ભાર મૂકવાનું ચાલું કરી દીધું હતું. સોલાર એનર્જી ક્ષેત્રે કામગીરી કરવા માટે જાણે એમણે બિડું ઝડપ્યું હતું. 2014માં સોલાર પાવર પ્લાન્ટ બાબતે ભારતનું વિશ્ર્વમાં સ્થાન દસમું હતું, 2021 સુધીમાં અમેરિકા, જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત હવે બીજા ક્રમાંક પર પહોંચી ગયું છે. હવે ભારતનો મુકાબલો પ્રથમ સ્થાને રહેલાં ચીન સાથે જ છે.

માત્ર સોલાર પાવર નહીં, પરંપરાગત ઊર્જામાં પણ ભારતે પાછલાં છ વર્ષમાં જબરૂં કાઠું કાઢ્યું છે. 2014માં ભારતનું સ્થાન વીજ ઉત્પાદનમાં ચોથું હતું, હવે રશિયાને પાછળ છોડીને ભારતે ત્રીજું સ્થાન મેળવી લીધું છે. સૌથી મોટી છલાંગ ભારતે મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રમાં લગાવી છે. આપણે જાણીએ છીએ કે, વિશ્ર્વનું વર્તમાન પણ મોબાઈલ અને ભવિષ્ય પણ મોબાઈલ. હેન્ડસેટ્સમાં સમયાંતરે વધુ ને વધુ ફીચર્સ ઉમેરાતાં રહેશે અને મોબાઈલ વધુ ને વધુ અનિવાર્ય થતો જશે. આ મુદ્દો ધ્યાને રાખીને જ મોદી સરકારે મોબાઈલ મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે રેડ કાર્પેટ બીછાવી છે. જગતની નંબર વન- મોબાઈલ બ્રાન્ડ સેમસંગ પણ હવે ભારતમાં ઉત્પાદન શરૂ કરી ચૂકી છે અને બીજી અનેક કંપનીઓ પણ આગમન કરી ચૂકી છે. આ કારણે જ આજે મોબાઈલ પ્રોડકશનમાં દ્વિતીય નંબર પર પહોંચી ગયું છે. 2014માં આ બાબતે ભારતનું સ્થાન બારમું હતું. આ છ વર્ષ દરમિયાન ભારતે કોરિયા, અમેરિકા જેવાં દેશોને પણ પાછળ છોડી દીધાં છે.
સ્ટીલ ઉત્પાદનમાં 2021માં ભારતનો નંબર જગતમાં ચોથો હતો, હવે જાપાન અને અમેરિકાને ઓવરટેક કરીને ભારતે બીજો નંબર મેળવી લીધો છે. ખાંડનાં ઉત્પાદનમાં અગાઉ બ્રાઝિલ નંબર-વન હતું, હવે ભારત પ્રથમ સ્થાને છે. જગતનાં સૌથી શક્તિશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારત આજથી છ વર્ષ પહેલાં આઠમા નંબરે હતું, આજે બ્રિટન તથા ફ્રાન્સ અને જર્મનીને પાછળ છોડીને ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે 2014માં ભારત ઠેઠ 31માં નંબરે હતું અને હવે સ્વીડન, બ્રિટન તથા ડેન્માર્ક જેવાં અનેક દેશોને પાછળ મૂકીને દસમા નંબર પર પહોંચ્યું છે.

‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ રેટિંગમાં ભારે ગરબડ ચાલે છે, તાજેતરમાં યુનોનાં મંચ પરથી પણ મોદીએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમાં કેટલાંક દેશો જબરી ઘાલમેલ-લોબિંગ કરીને પોતાનો ક્રમાંક ઊંચો લાવતા હોય છે. આવી વિષમ સ્થિતિ વચ્ચે પણ ભારતે 142માંથી સીધાં જ 63માં નંબર પર છલાંગ લગાવી છે. વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સમાં ભારત અગાઉ 69માં નંબરે હતું, હવે 14માં નંબરે છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ દેશ પહેલાં 83માં નંબરે હતું, હવે 46મા સ્થાન પર છે. વર્લ્ડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ભારત 103 નંબરથી 49 નંબર પર પહોંચ્યું છે.

છેલ્લાં ત્રણેય ઈન્ડેક્સ પણ બહુ મહત્ત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે મોદીનાં આગમન પછી તેમણે ઈનોવેશન-આવિષ્કાર, શોધ-સંશોધન પર ખૂબ ભાર મૂક્યો છે. મેઈન ઈન ઈન્ડિયા હોય કે કો-વેક્સિન જેવી રસી… કે પછી સ્વદેશી શસ્ત્રો, ભારતે પાછલાં છ વર્ષમાં અનેક ચમત્કારો સર્જ્યા છે. આવા મિરેકલ્સને કારણે જ ભારતે આ ક્રમાંકમાં છલાંગ લગાવી છે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનું મહત્ત્વ પણ ઓછું નથી. ભારતે ઉદ્યોગો સ્થાપવા આડે આવતાં અનેક અટપટા નિયમો રદ કર્યા છે, કાનૂનોમાં સુધારાઓ કર્યા છે અને રોકાણકારો નિર્વિઘ્ને ઉદ્યોગ સ્થાપી શકે તેવું વાતાવરણ બનાવ્યું છે.

 આજથી પચાસ-સો કે બસ્સો વર્ષ પછી ભારતનો જ્યારે ઈતિહાસ લખાશે ત્યારે ‘ઈન્ડિયા: બિફોર એન્ડ આફટર મોદી’ જેવાં વિષયો પર ચિક્કાર સાહિત્ય સર્જાવાનું છે. દસેય દિશાઓમાં તેમણે ભારતની જે પ્રગતિ કરાવી છે તે અતૂલ્ય, અભૂતપૂર્વ છે. આઝાદી પછીનાં છ-સાડા છ દાયકા સુધી શું થયું અને એ પછી છેલ્લાં છ વર્ષમાં શું અને કેટલું થયું એ સૌની નજર સામે છે. વાત એટલી સ્પષ્ટ છે કે, કોઈ સૂરદાસ પણ નિહાળી શકે. હા, જેને આંખે પાટા બાંધીને રાખવા છે, કાનમાં પૂમડાં ભરાવી રાખવા છે- તેવાં લોકો પાસે પારાયણ માંડવાનો કોઈ અર્થ નથી.

You Might Also Like

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાકોરમાં પૂજા કરવા મહિલાઓ પહોંચી તો અટકાવાઈ : મંદિરને તાળા લાગ્યા
Next Article પંજાબે પ્લે ઓફની આશા જીવંત રાખી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?