નવરાત્રી સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહીત રાજ્યભરમાં આગામી તારીખ 22થી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે નવરાત્રી પર્વ સંદર્ભે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં રાત્રીના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જો 12 વાગ્યા પછી કોઈપણ આયોજક દ્વારા લાઉડ સ્પીકર ચાલુ રાખવામાં આવશે તો તેની સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટમાં આગામી દિવસોમાં નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી થવા જઈ રહી હે લોકોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી તારીખ 2 નવેમ્બર સુધી નવરાત્રી પર્વમાં અનેક સ્થળોએ અર્વાચીન રાસોત્સવ તેમજ શેરી ગરબા અને પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ આયોજનોમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઈક ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે 12 વાગ્યા પછી એકપણ આયોજનોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરનામું આગામી તારીખ 22થી 2 ઓક્ટોબરના રાત્રીના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.



