અવસર ગ્રુપનું સતત પાંચમાં વર્ષે સાંસ્કૃતિક વેલકમ નવરાત્રી, 18 અને 19 સપ્ટેમ્બરના રાસોત્સવ
ખ્યાતનામ કલાકારો ખૈલેયાઓને સંગીતના તાલ પર મનોરંજન પૂરૂ પાડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના અવસર ગ્રુપ દ્વારા સતત પાંચમાં વર્ષે સાંસ્કૃતિક વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉત્તમ આયોજન અને તમામ વ્યવસ્થા પૂરી પાડી રંગીલા રાજકોટના ખૈલેયાઓને ઉત્સાહ સાથે સાંસ્કૃતિક વાતાવરણમાં રમી શકે તે માટે રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં બે દિવસ 18 અને 19 સપ્ટેમ્બરના વેલકમ નવરાત્રીનું આયોજન કરાયુ છે. સૌથી મહત્વુનું ખૈલેયાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભવ્ય પટેલ, સુનિલ પીપળીયા, મોહિત ખૂંટ અને અર્જુન સગપરીયા, કેવીન ગઢીયા, રાજ હીરપરા અને ભાવિન ગોહેલ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકર ઉદયભાઇ ધાંધલ, વિશાલ વરૂ, જાગૃતિબેન ગોહિલ, મોન્ટુ મહારાજ અને બોલીવુડ સિંગર પાજી મ્યુઝીક સંગીતના તાલ પર ખૈલેયાઓને મનોરંજન પૂરૂ પાડશે. આ વેલકમ નવરાત્રી માટે બે દિવસના માત્ર રૂ.100ના પાસ છે. જે પાસ મેળવવા માટે મવડી ચોકડીના કેશવી ટ્રાવેલ્સ, કોઠારીયાના પાટીદાર ટુરીઝમ અને કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસેના દેવ મોબાઇલનો સંપર્ક કરવો આ ઉપરાંત 88667 55666, 89806 06002, 70166 70844 નંબર પર સંપર્ક કરવો.
આ વેલકમ નવરાત્રીના રાસોત્સવમાં ખાસ મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ ટીલાળા, જયેશ રાદડીયા, ઉદય કાનગઢ, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, વિનુભાઇ ઘવા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, રોયલ રજવાડી રાસોત્સવના વિજયસિંહ અને અજયસિંહ, નોવા હોટેલ અને ઇવેન્ટના સોમીલ પટેલ, કુલદીપસિંહ જાડેજા, મનીષ પ્રજાપતિ, ફ્રેન્ડસ એન્ડ ગ્રુપ ઇવેન્ટ, આરઆર ગ્રુપના રાજદીપસિંહ, લીયો લાઇન નવરાત્રીના જયેશભાઇ પટેલ, એસપીજી નવરાત્રીના જસ્મીનભાઇ પીપળીયા, સહિયર કલબ રાસોત્સવ, પટેલ ગરબા કલાસના ધર્મેશ પટેલ, બાલાજી દાંડીયા કલાસના દર્પણભાઇ, શિવભવાની ગરબા કલાસીસ, ખૈલેયા દાંડીયા રાસના અમીતભાઇ, શિવશક્તિ ગરબા કલાસના વાનભા ઝાલા, રાસલીલા ગરબા કલાસના ઝોયા પરમાર, શિવમ ગરબા કલાસના સતુભા, મસ્તી ફેમીલીના પાર્થ બગડા, રાસ રંગ ઇવેન્ટના પ્રતિક ચૌહાણ અને યુનિક ગરબા કલાસના હાર્દિકસિંહ રાઠોડ ઉપસ્થિત રહેશે.



