શહેરના પેલેસ રોડ, આશાપુરા મંદિરની સામે આવેલા રણજિત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત છેલ્લા 18 વર્ષથી ભવ્ય તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવાર સહિતના અનેક રાસ કરવામાં આવે છે જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ આ અલગ અલગ રાસ માટે એક મહિના પહેલાથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવે છે. હાલ પ્રેક્ટિસ ચાલી રહી છે. ક્ષત્રિય સમાજની 1000 બહેનો દિકરીઓ આસો માસની નવરાત્રિના બે દિવસ તલવાર રાસ, દિવડાં રાસ તથા કાર અને બાઇક દ્વારા અદભૂત કલા રજૂ કરવામાં આવે છે. આ નવરાત્રીએ આ રાસનું 23 અને 24ના રોજ આયોજન કરાયુ છે. પહેલા દિવસે માત્ર ક્ષત્રિય સમાજ માટે અને બીજા દિવસે શહેરના દરેક લોકો માટે આયોજન કરાયુ છે.
તલવાર રાસ, બુલેટ અને કાર પર શૌર્ય રાસ સહિતની ક્ષત્રિય સમાજની દીકરીઓએ પ્રેક્ટિસ કરી

Follow US
Find US on Social Medias


