આશા વર્કર અને આંગણવાડી બહેનોએ રેલી યોજી આક્રોશ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત મહિલા કર્મચારીઓ આંદોલન કરવાના મૂળમાં દેખાય રહ્યા છે જેમાં આ વખતે આશા વર્કર અને આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં પોતાના પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેકટર કચેરી સુધી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આધારે 400થી વધુ આશા વર્કર અને આંગણવાડી સંચાલક બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી પોતાના પડતર પ્રશ્નોને માંગ કરી હતી જેમાં ઇન્સેટિવ પ્રથા બંધ કરવા, મહિલા કર્મચારીઓને વર્ગ ચારમાં સમાવેશ આપવા, સરકારી ઓન લાઇન કામગીરી માટે મોબાઈલની ફાળવણી કરવા, અને આયોગ્યને લગતી કામગીરી માટે ફરજિયા ડ્રેસ તથા આઈ કાર્ડ આપવા સહિત પેન્શન યોજના, અકસ્માત વીમો, અને સાતમા પગાર પંચ સુધીનો લાભ આપવાની માંગણી રજૂ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સાથે મહિલા કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી સાથે જિલ્લા પંચાયત સુધી રેલી યોજી તમામ પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા અન્યથા આંદોલન કરવા સુધીની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.



