માનવજીવોને નુકસાન થતા ખાનગી કંપનીને સીલ મારવા માટેનો હુકમ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ માત્ર નામનું હોય તેવું નજરે પડે છે ત્યારે જિલ્લામાં જે પ્રકારે ઉધોગો વિકસતા જાય છે તે પ્રકારે ઉધોગો દ્વારા પ્રદૂષણ ઓકતા માનવ જીવનને પણ મોટું નુકશાન થાય છે પરંતુ જીપીસીબી દ્વારા આજદિન સુધી માત્ર નોટિસ આપી પોતાની કામગીરી દર્શાવ્યા સિવાય એકપણ પ્રદૂષણ ફેલાવતા ઉધોગ સામે કડક હાથે કાર્યવાહી નથી કરી. તેવામાં ચોટીલા તાલુકાના સુરૈઇ ગામે સર્વે નંબર 283 વળી જમીન પર “વર્ણી એન્વાયરો કેર લિમિટેડ” નામક ખાનગી કંપની દ્વારા વેસ્ટ કેમિકલનું ડમ્પીંગ બનાવી બોરવેલ થકી ભૂગર્ભમાં ઉતારી જમીન અને જળને નુકશાન કરતાં હોવાની રજૂઆતને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી હતી જેમાં આ ખાનગી કંપની દ્વારા જમીન પર સેડ ઊભો કરી વડોદરા, કચ્છ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી દુર્ગંધ અને હાનિકારક કેમિકલ બોરવેલ થકી ભૂગર્ભમાં ઉતારતા હોવાનું સામે આવ્યું હતું આ પ્રક્રિયાથી ભૂગર્ભ જળ અને આજુબાજુ રહેતા માનવજીવન અને જીવજંતુ તથા ખેતીને નુકશાન થતું હોવાનું સને આવતા પ્રાંત અધિકારી દ્વારા ખાનગી કંપનીને સીલ કરવાનો હુકમ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



