મહિલાઓ માટેના કાયદા, મહિલાલક્ષી યોજના અંગે માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ યોજના અંતર્ગત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોડિનાર અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો હતો. જિલ્લામાં સંકલ્પ ડિસ્ટ્રક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દશ દિવસીય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે ડીવીએ એક્ટ, દહેજ પ્રતિબંધ એક્ટ તેમજ મહિલા કેન્દ્રિત કાયદાઓ બાબતે સેમિનાર યોજાયો હતો.



