ગિરનાર અંબાજી મંદિરના મહંતની નિમણૂક ફોર્મ સવાલોના ઘેરામાં
મહંતપદ માટે ચોક્કસ વ્યક્તિઓને લાભ આપવા ફોર્મ બનાવ્યાનો આક્ષેપ
- Advertisement -
તંત્ર દ્વારા બનાવાયેલા ફોર્મમાં ધાર્મિક પરંપરાઓનો ભંગનો આરોપ
અંબાજી મંદિર મહંત નિમણૂંક ફોર્મના પ્રથમ દિવસે 14 ફ્રોમનો ઉપાડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલા ફોર્મ વિતરણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે, જેને કારણે વિવાદ ઊભો થયો છે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરનો વહીવટ વહીવટદાર હસ્તક હતો, અને હવે નવા મહંતની નિમણૂક પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ ફોર્મની કેટલીક જોગવાઈઓ પર સવાલો ઉઠી રહ્યા છે. અંબાજીના મહંતની ગાદી પર સંન્યાસી જ દાવો કરી શકે તેમ હોવા છતાં, અરજી ફોર્મમાં અરજદારના નામ સાથે પિતાનું નામ અને અટક જેવી સંસારી વિગતો માંગવામાં આવી છે, જે આ પદની પરંપરાથી વિરુદ્ધ છે. આ ઉપરાંત, ફોર્મમાં “ચાદરવિધિ થઈ છે કે કેમ?” તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાધુઓની આંતરિક વ્યવસ્થા ગણાતી ચાદરવિધિ જેવી બાબતોની તંત્ર દ્વારા માંગણી થતાં સ્થાનિક સાધુ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ફોર્મમાં આવક, ત્રણ વર્ષના આઈટી રિટર્ન, કામધંધો, સેવા પૂજાનો અનુભવ, ફોજદારી કેસની વિગતો, અને સંસારી-સંન્યાસી જીવન જેવી અનેક વિગતો માંગવામાં આવી છે. આ ફોર્મ કોઈ ચોક્કસ વ્યક્તિની તરફેણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, કારણ કે તેની બનાવટમાં સ્થાનિક સંતો કે અગ્રણીઓનો અભિપ્રાય લીધો હોય તેવું જણાતું નથી. ફ્રોમ વોટરન ગઈકાલથી શરુ થતા પ્રથમ દિવસે 14 ફોર્મ ઉપાડ્યા હતા હજુ આ ફોર્મનું વિતરણ તા. 24-9-2025 સુધી ચાલુ રહેવાનું હોવાથી, માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા આ ક્ષતિઓ સુધારીને નવો અને યોગ્ય નમૂનો બહાર પાડવામાં આવે, જેથી પરંપરાના લાયક સંતોને અન્યાય ન થાય.
- Advertisement -
મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ કલેકટરને લખ્યો પત્ર
અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થયેલ તે સમયે તેમને સમાધી દેવામાં આવેલ ન હતી તેવામાં હરિગીરી સહિત અન્ય સંતોએ ભેગા મળીને પ્રેમગીરીને મહંતની ચાદરવીધી કરી હતી પણ દશનામ સાધુ સમાજ શ્રીપંત જૂનાગઢ અખાડા ગિરનાર મંડળના સાધુ સમાજે હાજરી આપેલ ન હતી દશનામ સાધુ સમાજ શ્રીપંત જૂનાગઢ અખાડા નિયમ છે કે છે ચોરસી ભંડારો કરવામાં આવે એની પહેલા એક સાધુ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવે. દશનામ ભેળ અને ગિરનાર મંડળ પ્રેમગીરીની બહુમતિ થાય તો તે મહંત થાય અને સાધુ સમાજ શાલ ઓઢાડે ઇપણ ચોરસી ભંડારાનું આયોજન કરે અને બધા સાધુ સંતો એમા સામેલ થાય તો તે મહંતપદ પ્રેમગીરી આપી શકાય બાકી આ મહંતને સાધુ સમાજ ગણતરી કરતા નથી તેવો પત્ર મહામંલેશ્ર્વર સ્વામી બજરંગદાસબાપુએ કલેકટરને લખીને વિરોધ કર્યો છે. એમ છતા જો મામલતદાર પ્રેમગીરીની નિમણૂંક કરશે તો સાધુ સમાજ તેનો વિરોધ કરીને ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.



