મનપાની બેદરકારીએ શહેરીજનોને અંધાધૂંધીમાં ધકેલ્યા
ભુગર્ભ ગટરની કાચબી ગતિ, ગટરોના ઢાંકણા સમસ્યા બન્યા
ડામરના થિગડાં પણ ઉખડી ગયા, વાહનચાલકોની કમર તૂટી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ શહેરના રસ્તાઓની દયનીય હાલત અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાએ શહેરીજનોને હાલાકીમાં મૂકી દીધા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે સોસાયટીઓના આંતરિક રસ્તાઓ, બધે જ મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહ્યા છે.
વરસાદની મોસમમાં આ સમસ્યા વધુ ગંભીર બને છે. સહેજ પણ વરસાદ પડે તો શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય ચોક-ચોકમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. વાહનચાલકોને ખાડાઓનો અંદાજ ન આવતા અકસ્માતનો ભય સતત રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ જોખમ વધી જાય છે. નાગરિકો વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી.
જર્જરિત રસ્તાઓ અને પાણી ભરાવાને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, આ ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાનો ભય પણ રહે છે, કારણ કે પાણીનો નિકાલ ન થતાં તે લાંબા સમય સુધી ભરાઈ રહે છે. આ પરિસ્થિતિમાં શહેરીજનોને મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું પડતું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ થાય અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી શહેરીજનોની પ્રબળ માંગણી છે.
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણી લાઈન સહીતની કામગીરી એટલી મંદ ગતિએ ચાલી રહી છે કે, જેના કારણે એક એવું નથી થયું કે લોકોને રાહત અનુભવી હોઈ બીજી તરફ જે રસ્તાઓ પર ડામર પાથર્યો હોઈ અથવા કપચી નાખી કામચલાઉ થીગડાં પણ ઉખડી ગયા છે અને રસ્તાઓ બિસમાર બન્યા છે હજુ અનેક જગ્યા પર આવી કામગીરી મંદ ગતિએ ચાલતા ગટરના ઢાંકણા પણ એટલા ઊંચા જોવા મળે છે કે, વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ભય સતાવે છે. તેમજ થોડા વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ભરવાના કારણે ક્યાંક ખાડો આવી જશે અથવા ગટરનું ઢાંકણું ખુલ્લું હશે તેવા ભય હેઠળ વાહન ચલાવવા લોકો મજબુર બન્યા છે.
- Advertisement -
શહેરમાં રખડતાં શ્ર્વાન અને ઢોરનો ત્રાસ
જૂનાગઢ શહેર અનેક સમસ્યાથી પીડાઈ રહ્યું છે જેમાં બિસમાર રસ્તા, ખાડા, ભૂગર્ભ ગટર ઢાંકણા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર સાથે શ્વાનનો આતંક વધ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ સાથે શ્વાન પણ જોવા મળે છે જેના લીધે એક તરફ પાણી ભરેલ રસ્તા અને ખાડા થી બચી ગયા તો સામે રખડતા ઢોર અને શ્વાનની મુસીબત સામે ઉભી જોવા મળે છે મહાનગર પાલિકા પદાધિકરીઓ અને અધિકરીઓ જાણે મૂક પ્રેક્ષક બનીને જોતા હોઈ તેવો ઘાટ સર્જાયો છે. મનપા દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી કરતુ હોઈ તેવા સ્થાનિક લોકો માંથી સવાલો ઉભા થયા છે.



