રાજકોટ રેન્જ IGP અશોકકુમાર યાદવ દ્વારા કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ડિટેક્શન કામગીરી સઘન બનાવવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના મેળા સહિત શ્રાવણ મહિના દરમિયાન યોજાતા વિવિધ મેળાના સુચારુ આયોજન અને બંદોબસ્તને લઈને રાજકોટ રેન્જ IGP અશોકકુમાર યાદવે પોલીસને ખાસ સૂચનાઓ આપી છે. તેઓ સુરેન્દ્રનગર ડિવિઝનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા.
- Advertisement -
મંગળવારે, ડીઆઈજી ડો. ગિરિશ પંડ્યાની ઉપસ્થિતિમાં ઈંૠઙ યાદવે ડિવિઝનની કાગળની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. ત્યારબાદ, તેમણે ડિવિઝન હેઠળ આવતા પોલીસ મથકોના અધિકારીઓ સાથે કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં, ખાસ કરીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુચારુ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુનાઓના ડિટેક્શનની કામગીરીને વધુ સઘન બનાવી કડક હાથે કામ લેવા પણ તાકીદ કરવામાં આવી હતી.
ઇન્સ્પેક્શનના અંતે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.



