તંત્રએ પુલની બંને તરફ દિવાલો ચણી દીધી, વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેશોદ અને માણાવદર તાલુકાને જોડતાં બાલાગામથી આંબલિયા તરફ જતાં રસ્તાં વચ્ચે આંબલિયા ગામ નજીક ઓઝત નદીમાં આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય બંને તરફે પથ્થરની દિવાલ ચણી બંધ કરી દેવામાં આવ્યો હતો.
- Advertisement -
આથી આસપાસના નજીકના વિસ્તારમાં લોકોની અવરજવર બંધ થઈ હતી. આ પુલ નીચેની દિવાલની બાંધણી જોતાં વર્ષો પહેલાં પીળા પથ્થરથી દિવાલો બનાવવામાં આવી હોય સમય જતાં તેના પર ફરીથી સીમેન્ટ કોંક્રિટ પાથરી દઈ સમારકામ કરવામાં આવ્યું હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ હાલના સંજોગોમાં આ પુલની વર્ષો જૂની પથ્થરોથી ચણતર કરેલી તમામ દિવાલો એક તરફનો ભાગ નદીમાં ઢળી પડતાં પૂલ સંપૂર્ણ પણે જોખમી બન્યો હતો અને સ્થાનિક તંત્રએ આ પુલ બંધ કરવા આદેશ કરતાં પુલની બંને તરફ દિવાલો ચણી દેવામાં આવી હતી અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.



