By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    2 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    3 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    2 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો
વડોદરા

ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો

Khaskhabar Editor
Last updated: 2025/07/09 at 4:22 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

ગુજરાત પુલ ધરાશાયી: આણંદ અને વડોદરા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે માર્ગ પર ટ્રાફિક અને વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો થયો છે.

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.

- Advertisement -

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

ગંભીર બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર 

VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યાં, 9નાં મોત 2 - image

બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી.

- Advertisement -

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી  મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ 

સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.

ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી 

ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા. બે પિકઅપ વાન, એક ઈકો, ટુ વ્હિલર અને ટ્રક નદીમાં ખાબક્યા હતા.

VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યાં, 9નાં મોત 6 - image

અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી: કાર્યપાલક ઇજનેર
માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલાએ જણાવ્યું કે આ બ્રિજ 1985માં બન્યો હતો. અને બ્રિજની લાઇફ 100 વર્ષની હોય છે. ગયા વર્ષે માલુમ પડતાં કામગીરી કરાઇ હતી. અને આ વર્ષે પણ ખાડા પુરાયા હતા. અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું. પુલ જર્જરિત નથી, અહેવાલ આવે ત્યારબાદ કારણોની જાણ થશે.

મૃતક અને ઈજાગ્રસ્તોની યાદી
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વૈદિકા રમેશભાઈ પઢીયાર, નૈતિક રમેશભાઈ પઢીયાર, હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.32, વખતસિંહ મનુસિંહ જાદવ, પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.26, ગામ-ઉંડેલ અને 3 અજાણ્યા શખ્સના મોત નીપજ્યા છે. જ્યારે સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. 45, ગામ-દરિયાપુરા, નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. 45, ગામ-દહેવાણ, ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. 40, ગામ-રાજસ્થાન, દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. 35, ગામ-નાની શેરડી, રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. 30, ગામ-દ્વારકા અને રાજેશભાઈ ઈશ્ર્વરભાઈ ચાવડા, ઉં. વ. 45, ગામ-દેવાપુરા ઈજાગ્રસ્ત છે અને તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત
ડાયવર્ટેડ કરેલ રૂટમાં તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનો માટે ઉમેટા બ્રિજ પર પ્રતિબંધ હોય વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે?: ઈસુદાન

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે. સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતની જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો છે અને આ ઘટનાના કારણે બ્રિજ પરથી પસાર થતા ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે ટેક્સ જનતા ભરે છે અને આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે તમે જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો. તો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે તે નાણા તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો. અને ટેક્સના આટલા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે. જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે?

You Might Also Like

વડોદરા વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

વડોદરામાં બની દુર્ઘટના: ST બસચાલકે 3ને અડફેટે લેતા, એકનું મોત

વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી

આજથી બે દિવસ મોદી ગુજરાતમાં

પાણીપુરી માટે ‘અસહકાર’ આંદોલન વડોદરામાં બે નંગ ઓછી મળતા ‘સત્યાગ્રહ’

TAGGED: Gambhira bridge, vadodara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
Next Article મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

વડોદરા વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
વડોદરા

વડોદરામાં બની દુર્ઘટના: ST બસચાલકે 3ને અડફેટે લેતા, એકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
વડોદરા

વડોદરામાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?