સર્વિસ રોડ પરથી રાહદારીઓને નીકળવું એટલે જીવનું જોખમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ સિરામિક ઉધોગનું હબ ગણવામાં આવે છે ત્યારે છેલ્લા છ વર્ષથી કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ ખુલ્લો મુકાયોને હજુ છ મહિના નથી થયા ત્યારે ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચાર નારી આખે નજરે પડે છે તેવામાં આ ઓવરબ્રિજના બાજુમાં સર્વિસ રોડ પર વરસાદના લીધે કાદવ અને કીચડનું સામ્રાજ્ય જામ્યું છે સર્વિસ રોડ બનાવ્યા બાદ પર વરસાદી પાણીનો નિકાલ રાખવા માટે કોઈ પૂરતી સગવડતા નહીં હોવાને લીધે સર્વિસ રોડ પર પાણી ભરવાની સમય સાથે જ કાદવ અને કીચડ જામ્યું છે. અહીંથી નીકળતા રાહદારીઓને આ કીચડના લીધે વારંવાર બાઈક સ્લીપ થતા અકસ્માત થાય છે જેમાં કેટલાક રાહદારીઓને ઇજા પણ પામી છે. ત્યારે તંત્રને આ અંગે રજૂઆત કરવા છતાં યોગ્ય સફાઈ નહીં થવાને લીધે હવે અહીંથી રાહદારીઓને નિકળવું એટલે જીવનું જોખમ સાબિત થાય છે. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરી સર્વિસ રોડ પર તાત્કાલિક સફાઈ કરી કીચડ સાફ કરવા માંગ કરી છે.



