રહેણાંક હેતુ બિનખેતી પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ થતાં રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ વેરો ભરવાથી બચવા માટે અનેક સ્થળો પર જમીનને રહેણાક હેતુ બિનખેતી કરી બાદમાં કોમર્શિયલ બાંધકામ અને ઉપયોગ કરવામાં આવે છે જે પ્રકારે ધ્રાંગધ્રા ખાતે હળવદ રોડ સ્થિત ભગવત પાર્કમાં 6 એકર જેટલી ખેતી લાયક જમીનને રહેણાક હેતુ બિનખેતી કરાવ્યા બાદ લગભગ 80 જેટલા પ્લોટ પડવામાં આવ્યા હતા જે બાદ સમયાંતરે કેટલાક પ્લોટને વેચાણ કરી નાખવામાં આવ્યું હતું આ ભગવત પાર્કમાં પ્રથમ ક્રમાંકના પાંચેક પ્લોટને મૂળ માલિકે ભાડેથી આપી તેના પાર્ટી પ્લોટ નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું.
- Advertisement -
ધ્રાંગધ્રા મામલતદાર કચેરીથી માત્ર થોડા અંતરે હાઈવે પર આવેલા આ પ્લોટ પર લગભગ પાર્ટી પ્લોટની તમામ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ સરકારી તંત્રને કોમર્શિયલ બાંધકામ થયાની જાણ ન હતી પરંતુ આ “ખાસ-ખબર” દ્વારા અહેવાલો પ્રસિધ્ધ કરતા જમીન માલિકના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી અને તાત્કાલિક રહેણાક હેતુ જમીનને કોમર્શિયલ માટે ફેરફાર કરવા દોડધામ શરૂ કરી હતી પરંતુ અહીં બાંધકામ થયા બાદ તંત્ર દ્વારા હુકમ કરવો લગભગ અશક્ય હતો તેવામાં આ રહેણાક હેતુ પ્લોટમાં પાર્ટી પ્લોટની બાંધકામ ઉભુ કરવા બદલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં ભગવત પાર્કના રહેણાક હેતુ હોવા છતાં પણ કોમર્શિયલ બાંધકામ કરાયું હોવાનું જણાવી કાર્યવાહી કરવા ઉલ્લેખ કરાયો છે ત્યારે હવે જોવાનું રહે છે કે જિલ્લા કલેક્ટર સુધી થયેલ લેખિત રજૂઆત બાદ હવે તંત્ર આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી કરશે ? તે જોવું રહ્યું.



