By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    18 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    21 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    21 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    18 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    18 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    19 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    21 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    20 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    20 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    5 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!
Author

આંકડાશાસ્ત્ર બધા વિજ્ઞાનનો બાપ!

Khaskhabar Editor
Last updated: 2025/06/28 at 3:53 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

કાર્તિક મહેતા

29મી જૂન ભારતમાં સ્ટેટિસ્ટિક્સ ડે એટલે કે આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવામાં આવે છે : પ્રશાંતચંદ્ર માહલોનબીસ નામના એક ખ્યાતનામ ભારતીય આંકડાશાસ્ત્રીની જન્મતિથિને દિવસે એટલે કે 29મી જૂને.. ભારતની એક સંસ્થા જેની સ્થાપના આ મહલોનબીસ સાહેબે બ્રિટિશ સમયમાં કરેલી. આ સંસ્થાનું નામ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. જાણીતા નેતા સુબ્રહ્મણ્યન સ્વામીના પિતા આ આઈ એસ આઈના ડાયરેક્ટર રહયા હતા. આંકડાશાસ્ત્ર ગણિતનો એક એવો પ્રકાર છે જેના છેડા ગણિતના તમામ પ્રકારો સાથે અડે છે. ચાણક્ય રચિત અર્થશાસ્ત્રમાં સુચારુ શાસન વ્યવસ્થા સ્થાપન કરવા માટે આંકડાનું કલેક્શન કરવાની સલાહ જોવા મળે છે. પણ આ પછી ભારતમાં ડેટા કલેક્શન બાબતે કોઈ ખાસ કામ થયેલું દેખાતું નથી. બ્રિટિશરોએ ભારત સહીત તમામ દેશો ઉપર એકચક્રી શાસન કર્યું એનું કારણ એ હતું કે એમણે હમેશા ડેટાનું મહત્વ સમજ્યું. ડેટા ઇઝ ન્યુ ઓઇલ એવું મુકેશ અંબાણી તો હમણાં બોલ્યા પરંતુ ગોરાઓ તો આ વાતને સદીઓથી જાણતા આવ્યા છે. બ્રિટિશરોએ ભારતમાં વસ્તી ગણતરી શરુ કરાવી. એમણે ભારતનો પાકો નકશો બનાવવા ગ્રેટ ટ્રિગોનોમેટ્રીક સર્વે કરાવ્યો. એમણે ભારતમાં પશુધન અને જંગલ વિસ્તાર અને જૈવ વિવિધતા અંગેના આંકડાઓ પણ એકઠા કર્યા હતા. અરે , એ તો ઠીક અંગ્રેજોએ હેમ્પ સર્વે નામનો સર્વે કરાવ્યો હતો જેની હેઠળ ભારતમાં પ્રદેશ વાઈઝ ગાંજાનું સેવન કેટલી અને કેવી રીતે કરવામાં આવે છે એના આંકડાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. એમણે તો ભારતમાં લોકોના શરીરના અંગોના માપ પરથી લોકોની જાતિ નક્કી કરવા અંગે પણ સર્વે કરાવ્યો હતો.ભારતમાં બોલાતી ભાષાઓ, બોલીઓ , ભારતની જાતિઓ તમામ બાબતે એમણે પુષ્કળ ડેટા એકઠો કરેલો. આ ડેટા ઉપરથી તેઓ જે તે પ્રદેશમાં સુચારુ શાસન કરવાની નીતિ બનાવતા હતા. આંકડાઓ નો કેટલો “ખૂંખાર” ઉપયોગ થઇ શકે એનું એક ઉદાહરણ છે ભારતના ભાગલા. ચતુર અને કુટિલ અંગ્રેજોએ આંકડાઓ થકી જાણી લીધું કે ભારતમાં હિન્દૂ મુસ્લિમ વસ્તીનું પ્રમાણ કેવું છે.

- Advertisement -

એને આધારે એમણે છેક 1905માં બંગાળના ભાગલા કર્યા હતા !! આ ભાગલાનો વિરોધ પણ એટલો થયો છતાં આ ભાગલા કદી નાબૂદ થયા નહિ. આ ધર્મ આધારિત ભાગલાની થિયરીનું બીજું સ્ટેપ હતું પાકિસ્તાનનું સર્જન. કેમકે પૂર્વ બંગાળ અને અખન્ડ ભારતના વાયવ્ય ભાગમાં મુસ્લિમોં બહુમતીમાં હતા જેને કારણે ભાગલા કરવા બહુ સરળ કામ હતું. આંકડાઓનો ઉપયોગ ખુબ રચનાત્મક રીતે પણ એમણે કરી જાણ્યો. ઇજિપ્તની વિશાળ નદી નાઇલ ઉપર બંધ બાંધવા માટે અંગ્રેજ ગણિતશાસ્ત્રીઓ અને ઇજનેરો એ નાઇલ નદીને લાગતા આંકડાઓ વર્ષો સુધી એકઠા કર્યા. નાઇલ જેવી અત્યન્ત વિશાળ નદી ઉપર બંધ બાંધવો એક એન્જીનીયરીંગ ચેલેન્જ હતી. પણ ધીરજવાન અને બુદ્ધિમાન અંગ્રેજોએ આંકડાશાસ્ત્રની મદદથી આ પડકારને પૂરો કર્યો અને આસ્વાન બંધનું નિર્માણ કરાવ્યું. આસ્વાન બંધને લીધે નાઇલ નદીના પાણીથી ઇજિપ્તની મરુભૂમિ મબલખ ઉપજાઉ બની ગઈ. ભારતનું રેલવે નેટવર્ક પણ અંગ્રેજોએ કરાવેલા આંકડાકીય સર્વેની દેન છે. આંકડાશાસ્ત્ર આજની તારીખે પણ, યુવાનોની ભાષામાં કહીએ તો, સેક્સીએસ્ટ સાયન્સ છે. ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ ના વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર ક્ષેત્રે કામ કરીને કરોડોના પેકેજીસ મેળવે છે. આર્તીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આંકડાશાસ્ત્ર ના પાયા ઉપર ઊભી થયેલી ટેકનોલોજી છે. આ ટેક્નોલોજીનું વાવાઝોડું એટલું ભયંકર છે કે એને કારણે વિશ્વનું ભવિષ્ય સદંતર બદલાઈ ગયું છે. રોબોટને લગતી અંગ્રેજી મુવિઝમાં જે બિહામણી આગાહીઓ કરવામાં આવેલી તે એક સમયે સાવ મજાક સમાન લાગતી હતી તે આજે વિકરાળ વાસ્તવિકતા લાગે છે અને લોકોને ડરાવી રહી છે. આંકડાશાસ્ત્ર એક જબરદસ્ત વિજ્ઞાન છે. આંકડાઓ કદી જૂઠ બોલતા નથી. એને કારણે આંકડાઓમાં સત્યુગને પૃથ્વી ઉપર પાછો લાવવાની શક્તિ છે એવું ધુરંધરો માને છે. પણ આંકડાઓમાં લોકોને ગુલામ બનાવવાની શક્તિ પણ છે જેનો ઉપયોગ કરીને મુઠ્ઠીભર અંગ્રેજોએ કરોડો લોકો ઉપર શાસન કર્યું. આશા રાખીએ કે આંકડાઓ પૃથ્વી ઉપર સ્વર્ગનું શાસન લાવે.

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

TAGGED: sciences, Statistics
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article EB-5 કે L-1વિઝા
Next Article વાદળ ફાટવું પ્રકૃતિનું રૌદ્ર રૂપ અને તેની પાછળનું વિજ્ઞાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?