રાજ ભવન ખાતે લગાયેલા પોસ્ટર હટાવાયા
- નવા મંડળની શપથવિધિ આજે નહીં યોજાય
- ગુરુવારે યોજાશે મંત્રી મંડળની શપથવિધિ
- નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો
- જૂના મંત્રીઓને નહીં મળે નવા મંત્રી મંડળમાં સ્થાન
અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે
ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓમાં નો રિપીટ થિયરીને લીધે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે તેમ છે.
- Advertisement -



