ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
21 જૂનને શનિવારે સાંજે 5 કલાકે મામેરાવિધિ યોજાઇ હતી, રર જૂનને રવિવારે સવારે 9:00 વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ વિશિષ્ટ પુજન કરવામાં આવ્યુ હતુ તેમજ ર3 જૂનને સોમવારે સવારે 10 કલાકે વાઘાવસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ. હવે આવતી કાલે 24 જૂનને મંગળવારે સવારે 10 કલાકે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજન કરાશે, 25 જૂનને બુધવારે રાત્રે 8 કલાકે જગાભાઈ ટીકરવાળાનો કાનગોપીનો કાર્યક્રમ યોજાશે. 26 જૂનને ગુરૂવારે રાત્રે 10:30 કલાકે નેત્રવિધી પુજન યોજાશે, 27 જૂનને શુક્રવારે સવારે 7 કલાકે વાગ્યે છપ્પનભોગ ધરવામાં આવશ.
આ ઉપરાંત 27 જૂનને શુક્રવારે સાંજે 7 કલાકે સાધુ-સંતો માટે ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ તકે ખાસ મંદિરને સુશોભન કરવામાં આવશે. સમગ્ર મંદિર અને પરિસરમાં લાઈટ ડેકોરેશન કરાશે. તેમજ સાધુ-સંતોના વસ્ત્રદાન કરવામાં આવશે. 27 જૂનને શુક્રવારે સવારે 6 કલાકે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે, ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. બાદ મહાનુભાવો અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન થશે. તેમ જગન્નાથ મંદિરના મહંત 1008 મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ જણાવાયું છે.
- Advertisement -
રાજકોટમાં અષાઢી બીજે 18મી ભવ્ય રથયાત્રા નીકળશે: મહંત ત્યાગી મનમોહનદાસજી
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે 27 જૂનને શુક્રવારે સવારે 8 કલાકે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે, રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે. રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે. રથયાત્રા સવારે 8 કલાકે નિજ મંદિરેથી નીકળી 26 કિલોમીટર રૂટ પર ફરી સાંજે 7 કલાકે મંદિરે પરત ફરશે.



