ગેરકાયદે કતલખાનાને કાયદેસર કરવાની ચર્ચા મુદ્દે જયમીન ઠાકરનું સ્પષ્ટ વલણ
મોચી બજાર, ખોડિયારનગર, ભગવતીપરા, ભિસ્તીવાડ, જંગલેશ્વર, નેહરુનગર, દૂધની ડેરી રોડ પર હવે ખુલ્લેઆમ માંસ-મટન વેચાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટમાં 6 સ્થળે જીવતા પશુ કાપવાની મહાનગરપાલિકા મંજૂરી આપશે તેવા અહેવાલ વહેતા થતા આ બાબતે ખાસ ખબરની ટીમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સાથે સીધી વાતચીત કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, આ પ્રકારની કોઈ જ દરખાસ્તની વાત જ નથી અને ભવિષ્યમા પણ નથી. આ ચર્ચા ખોટી છે ભાજપની સરકાર જીવદયામાં માનનારી છે આ અંગે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલ અને ડો.જયેસ વાકાણી વચ્ચે મિટીંગ યોજાઈ હતી અને સૂચના આપવામાં આવી હતી કે, ગેરકાયદે કતલખાના સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
- Advertisement -
કતલખાનાને કાયદેસર કરવા આરોગ્ય વિભાગે કવાયત કરી છે તેવા અહેવાલો વહેતા થયા હતા જો કે, જયમીન ઠાકરે સ્પષ્ટપણ કહ્યું છે કે, આવી કોઈ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવાની નથી અને ભવિષ્યમાં પણ નહી મુકાય. જેથી કરીને આવા અહેવાલો પર કોઈએ ધ્યાન આપવું નહીં.



