ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
હળવદના મેરુપર ગામના 29 વર્ષીય યુવકનું ઓસ્ટ્રેલિયામાં મોત થયાની ઘટના સામે આવી છે. રાજદીપસિહ ડોડિયા નામનો યુવક નોકરીએ ગયો હતો. જે બાદ તેનો મૃતદેહ 6 જૂને નદી કાંઠે મળી આવ્યો હતો. મહત્ત્વનું છે કે, યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છે. આગામી મંગળવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ યુવકનો મૃતદેહ વતનમાં લવાશે.
મળતી માહિતી મુજબ, હળવદના મેરુપર ગામનો 29 વર્ષીય યુવક રાજદીપસિંહ ડોડિયા સાત વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો. એ પછી સ્ટડી પૂરું કરીને ત્યાં નોકરી કરતો હતો. તેના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન પછી તેમના પત્ની પણ સાથે સિડનીમાં રહેતા હતા. ગત જૂને નોકરી ગયા બાદ યુવક ગુમ હતો. જે બાદ 6 જૂને તેનો મૃતદેહ નદી કાંઠેથી મળી આવ્યો હતો. આગામી મંગળવારે પોસ્ટમોર્ટમ થયા બાદ યુવકનો મૃતદેહ વતનમાં લાવવામાં આવશે.