“Grace College”- જ્ઞાનની સાથે Growth
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ શહેરની પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ગ્રેસ કોલેજ વર્ષ 2002થી શિક્ષણ ક્ષેત્રે નૂતન માર્ગદર્શિકા બની રહી છે. માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સામાજિક જવાબદારીનું યથાર્થ પાલન કરતી આ સંસ્થા આજે હજારો વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના સુનિશ્ર્ચિત પાયાની પથદર્શક બની છે.
કોલેજના ટ્રસ્ટી નરશીભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ અને રોહિતભાઈ, વિમલભાઈ, રોહનભાઈ તથા કેમ્પસ ડાયરેકટર ડો. સંદીપભાઈ કોઠીયા અને પ્રિન્સિપાલ મનીષાબેનના સહકારથી કોલેજ સતત વિકાસના નવા પડાવ સર કરે છે.
વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી વિવિધ કોર્સીસ જેમ કેB.Com, BBA, BCA, BSW, BSc, Interior Design તેમજ કોલેજ પછી M.Com., MSW, LLB, MSc (IT & CA) જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકે છે. અહીંથી અભ્યાસ પૂર્ણ કરેલા હજારો વિદ્યાર્થીઓ આજે સફળ કારકિર્દી બનાવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ દર વર્ષે યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કરતાં આવ્યા છે તે બદલ સરકારના શિક્ષણ મંત્રી દ્વારા કોલેજના એવોર્ડ પણ આપવામાં આવેલા છે. કેળવણી ઉપરાંત ખેલકૂદ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓએ કોલેજ, યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ સફળતા પ્રાપ્ત કરી છે. જોબ પ્લેસમેન્ટ ડ્રાઈવ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં યોગ્ય માર્ગદર્શન અને તક આપવામાં આવે છે.
- Advertisement -
વિશેષતા: ગર્લ્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટીઓ દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં આવે છે, જે સક્રિય સામાજિક સહાનુભૂતિનું દૃષ્ટાંત છે.
ગ્રેસ કોલેજ- જ્યાં શિક્ષણને મળે દિશા અને સફળતાને મળે ઊંચાઈ!
વિશેષ માહિતી માટે સંપર્ક કરો: ફોન: 8866200999, 6354465789



