By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    4 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    3 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    4 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    4 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    4 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો

Khaskhabar Editor
Last updated: 2025/05/28 at 5:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે આદેશ જાહેર કર્યો: ઓર્ડરનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં યહૂદી વિરોધી અને ડાબેરી વિચારોને રોકવાનો છે

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન
અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે વિદેશમંત્રી માર્કો રુબિયોએ આ અંગે એક આદેશ જાહેર કર્યો. ઓર્ડરનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં યહૂદીવિરોધી અને ડાબેરી વિચારોને રોકવાનો છે. રુબિયોએ વિશ્ર્વભરનાં અમેરિકી દૂતાવાસોને એક આદેશ જારી કરીને કહ્યું- સ્ટુડન્ટ વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શિડ્યૂલ ન કરે, કારણ કે ટ્રમ્પ સરકાર અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસને વધુ કડક કરવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું- તાત્કાલિક અસરથી કોન્સ્યુલર વિભાગ આગળની માર્ગદર્શિકા જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર (ઋ, ખ અને ઉં) વિઝા માટે નવી એપોઈન્ટમેન્ટનીમંજૂરી ના આપે. જોકે પહેલેથી શિડ્યૂલ કરેલા ઇન્ટરવ્યૂ થઈ શકે છે, પરંતુ યાદીમાં નવી એપોઈન્ટમેન્ટ સામેલ કરવી નહીં. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિશ્ર્વભરના અમેરિકી કોન્સ્યુલેટ્સને એક નવો નિર્દેશ જાહેર કર્યા છે. આ હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (ઋ), વ્યાવસાયિક (ખ) અને અને એક્સચેન્જ વિઝિટર (ઉં) વિઝા ઇન્ટરવ્યૂ માટે નવી એપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની એક મોટી યોજનાનો ભાગ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે જો કોઈ વિદેશી વિદ્યાર્થી જાણ કર્યા વિના કોર્સ છોડી દે છે, વર્ગમાં હાજરી ન આપે અથવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દે, તો તેનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે. યુએસ એમ્બેસીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી, “જો તમે ડ્રોપ આઉટ કર્યું, ક્લાસ સ્કિપ કર્યા હોય અથવા તમારી સ્કૂલને જાણ કર્યા વિના સ્ટડી પ્રોગ્રામ છોડી દો છો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે અને તમે ભવિષ્યમાં યુ.એસ.વિઝા માટેની પાત્રતા ગુમાવી શકો છો. કોઈપણ સમસ્યાને ટાળવા માટે હંમેશાં તમારા વિઝાની શરતોનું પાલન કરો અને તમારા વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખો.” આ પહેલાં પણ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓ અને અમેરિકા જતા લોકો પર પડે છે. ભારતમાં યુએસ દૂતાવાસે 22 મેના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યુ હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે “ગુનાહિત સજા તમને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાથી કાયમ માટે રોકી શકે છે. નાના ગુનાઓ પણ વિઝા અસ્વીકારને ટ્રિગર કરી શકે છે. કોન્સ્યુલર અધિકારીઓને તમારા ગુનાહિત બેકગ્રાઉન્ડ સુધી પહોંચ છે અને તેઓ ભૂતકાળનાં ઉલ્લંઘનો અથવા ધરપકડોની તપાસ કરશે.”નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તમારી અરજી અને તમારા ઇન્ટરવ્યૂમાં સત્ય જણાવો, જો તમે ખોટું જણાવો છો તો તમારા પર પ્રતિબંધ લાગી શકે છે.
17 મેના રોજ યુએસ એમ્બેસીએ એક નોટિફિકેશન જારી કરીને કહ્યું, “જો તમે તમારા અધિકૃત સમયગાળા કરતાં વધુ સમય માટે યુએસમાં રહો છો, તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી પર કાયમી પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પના દેશનિકાલના આદેશો હેઠળ જાન્યુઆરી 2025થી અમેરિકાએ લગભગ 700 ભારતીયને નવી દિલ્હી મોકલી દીધા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, અમેરિકામાંથી 682 ભારતીય નાગરિકને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટા ભાગના લોકો ગેરકાયદે રીતે દેશમાં ઘૂસ્યા હતા.

- Advertisement -

ભારતીય ટ્રાવેલ એજન્સીઓ પર બૅન

20 મેના રોજ યુએસ એમ્બેસીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરીને ટ્રાવેલ એજન્સીઓને ચેતવણી આપી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ એવા લોકો માટે જવાબદારીને પ્રોત્સાહન આપે છે જેઓ સંવેદનશીલ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનું શોષણ કરે છે, તેમનો શિકાર કરે છે અને પૈસા કમાય છે. વિદેશ વિભાગ ભારતમાં કાર્યરત ટ્રાવેલ એજન્સીઓના માલિકો, અધિકારીઓ અને સિનિયર કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધો લાદી રહ્યું છે, જેઓ જાણીજોઈને સંવેદનશીલ ઇમિગ્રન્ટ્સનું શોષણ કરીને પૈસા કમાય છે.

વિઝા છેતરપિંડી પર કાર્યવાહી કરવામાં આવશે

- Advertisement -

15 મેના રોજ યુએસ એમ્બેસીએ કહ્યું, “યુએસ સરકારે છેતરપિંડીનો સામનો કરવા અને ગેરકાયદે ઇમિગ્રેશનને દૂર કરવા માટે એક ઇન્ટર-એજન્સી પ્રયાસ શરૂૂ કરવામાં આવ્યો છે. વિઝા છેતરપિંડીના દોષિત ઠરનારાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડશે. નવી વિઝા પ્રતિબંધ નીતિઓ ગેરકાયદે ઇમિગ્રેશનને સરળ બનાવતી વ્યક્તિઓ અને વિદેશી સરકારોને લાગુ પડે છે.”

You Might Also Like

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર

52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

TAGGED: US government, visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના વર્ધમાન નગરને અશાંતધારા હેઠળ લાવવા સ્થાનિક રહીશોની માગણી
Next Article લગ્નનું પ્રલોભન આપી સ્ત્રી સાથે શરીરસંબંધ બાંધવા અંગેના ગુનાઓમાં આગોતરા જામીનના સિદ્ધાંતો પુન: પ્રસ્થાપિત કરતી ગુજરાત હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?