ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “”Ending Plastic Pollution Globally”” આધારિત પખવાડિક ઝુંબેશ માટે થીમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મહાનગર પાલિકા,જૂનાગઢ કચેરી દ્વારા તા. 05/06/2025 સુધી “વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહાનગરપાલિકા જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર અજય એસ. ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા અને આસી.કમિશનર અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી. ટોલિયાની સૂચના મુજબ અને સુપર વાઈઝર રાજુ ત્રિવેદી અને ધર્મેશ ચુડાસમા અને વિનાયક બાપુના સુપર વિઝન હેઠળ શહેરના વોર્ડ નં. 1 થી 15માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું જુનાગઢ શહેરના જુદા જુદા વોર્ડમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા સમજણ આપેલ તેમજ કાપડની થેલીનો ઉપયોગ કરવા સુચના આપેલ હતી.



