પ્રાંત અધિકારીની રેડમાં 12.34 લાખની કિંમતની ઘઉં – ચોખાની 721 બેગ કબજે કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
ધોરાજીના પ્રાંત અધિકારી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે 12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા મામલતદાર આર.કે. પંચાલ દ્વારા પકડાયેલા અનાજના જથ્થા બાબતે આગળની તપાસ હાથ ધરતા ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનાઓ પાસે એક શંકાસ્પદ ગોડાઉન બાબતે જાણકારી મળતા ધોરાજી પ્રાંત અધિકારી, મામલતદાર, પુરવઠા નાયબ મામલતદાર તથા ધોરાજી મામલતદારની ટીમ દ્વારા 518 બેગ ઘઉં જેની કિંમત રૂૂ. 8,28,800 અને 203 બેગ ચોખા જેની કિંમત રૂ. 4,06,000 એમ મળી કુલ-721 બેગ અંદાજે 36,000 કિલો અનાજ કે જેની કુલ કિંમત 12.34 લાખનું શંકાસ્પદ સરકારી અનાજ બીલ વગરનું જપ્ત કર્યું છે.
આ સિવાય 2 બોલેરો કે જેની અંદાજિત કિંમત 10 લાખની થાય છે તે સીઝ કરીને પોલીસને સોંપવામાં આવેલ છે. ગોડાઉન ભાડે રાખનાર માલવિયા મહમદભાઈ જમાલભાઈનું નામ સામે આવતા આગળ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.