By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    3 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    4 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    5 hours ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    5 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    2 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    2 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    2 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    3 hours ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    5 hours ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    5 hours ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    4 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    5 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત
રાષ્ટ્રીય

ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત

Khaskhabar Editor
Last updated: 2025/05/21 at 2:25 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં તાજેતરમાં બે મૃત્યુ નોંધાયા છે, જે ડોકટરોના મતે, કોવિડ-19થી થયેલા મૃત્યુ નથી, પરંતુ બંને દર્દીઓ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

  • આરોગ્ય અધિકારીઓના અહેવાલ મુજબ, હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે
  • ભારતમાં 164 નવા કેસ અને 257 સક્રિય ચેપ નોંધાયા છે

    - Advertisement -
  • મહારાષ્ટ્રમાં બે મૃત્યુ નોંધાયા; બંને દર્દીઓને ગંભીર સહ-રોગ હતા

ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કેસોમાં વધારો થતાં ફરી લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની રાજધાની સહિત કુલ 11 રાજ્યોને ઝપેટમાં લીધા છે. ડેટા મુજબ દેશમાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય છે.

દેશમાં કુલ 257 કોરોના કેસ

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર 20 મે સુધીના દર્શાવેલા ડેટા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 257 સક્રિય કેસો છે અને તેમાં 164 કેસો નવા નોંધવામાં આવ્યા છે. નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. એવું પણ કહેવાય છે કે, બંને લોકોના મોત પાછળ અન્ય કારણો કહેવાયા છે. મૃતકોમાં 59 વર્ષિય એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા, જ્યારે મૃતક 14 વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાની માહિતી સામે આવી છે.

કેરળમાં સૌથી વધુ નવા 69 કેસ નોંધાયા

વર્તમાન સમયમાં કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે અને અહીં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. બીજા નંબરે તમિલનાડુમાં નવા 34 પોઝિટિવ કેસ નોંધાયા બાદ કુલ કેસ 66, પછી મહારાષ્ટ્રમાં 44 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 56, ગુજરાતમાં 6 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ 7, હરિયાણામાં એક નવો કેસ, રાજધાની દિલ્હીમાં ત્રણ નવા સાથે કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે પુડુચેરીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે.

11 રાજ્યોમાં ફેલાયો કોરોના

કેટલાક એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે અને 12 મેથી કોરોના દર્દીઓના આંકડા ફરી અપડેટ કરવાના શરુ કરી દીધા છે. અહેવાલ મુજબ દેશમાં 11 રાજ્યોમાં કોરોના ફેલાયો છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટક સામેલ છે.

ગુજરાતમાં એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા

ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

મુંબઈમાં મે મહિનાથી દર્દીઓની સંખ્યા વધી

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતાં કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમજ 2 દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. જો કે, બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી 2025થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે, મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યું છે.

હોંગકોંગ, સિંગાપોર, થાઈલૅન્ડમાં કોરોનાનું પુનરાગમન

માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ કોરોના કેસોમાં વધારો થયો છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1042 કેસ રિપોર્ટ કર્યા. ગયા સપ્તાહે આ આંકડો 972 હતો. માર્ચના પ્રારંભમાં આ કેસ ફક્ત 33 હતા.

સિંગાપોરમાં કોરોનાના કેસ 27મી એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 11,100 હતા. હવે તે ત્રણ અઠવાડિયામાં વધીને 14200 થઈ ગયા. આમ એક અઠવાડિયામાં સીધો 30 ટકા ઉછાળો જોવા મળ્યો. હૉસ્પિટલમાં દરરોજે ભરતી થતાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન 102થી વધીને 133 થઈ.

થાઈલૅન્ડમાં આ વર્ષે 71067 કોરોના કેસ

સરકારનું કહેવું છે કે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. તેમાં વેક્સિનની કેળવાયેલી પ્રતિકારકતા ધીમે-ધીમે ખતમ થવી. હાલમાં સિંગાપોરમાં જે કોવિડ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે એલએફ-7 અને એનબી 1.8 છે. બંને જેએન1 વેરિયન્ટની આગામી પેઢીના છે. અહીં ઉલ્લેખનીય છે કે જેએન-1 વેરિયન્ટનો ઉપયોગ જ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો. થાઈલૅન્ડમાં પણ રજાઓ પછી કોરોનાના કેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના 71067 કેસ અને 19 મોતનો રિપોર્ટ છે. ભારતમાં હજી સુધી સુધી આવો કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. ભારતમાં 10 મે સુધી કોરોનાના નોંધાયેલા દર્દીઓની સંખ્યા 93 છે.

કોવિડ-19ના લક્ષણો

કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો દેખાય છે, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હૉસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

You Might Also Like

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

TAGGED: CORONA, coronavirus, mumbai
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યોતિ મલ્હોત્રાના કચ્ચા- ચિઠ્ઠા ખુલ્યા! તેની પર્સનલ ડાયરી મળી આવી, પાકને ‘રંગીન’ દેશ ગણાવ્યો
Next Article કેરીની છાલને ફેંકો તે પહેલા જાણીલ્યો તેના અઢળક ઉપયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી
ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?